delhi-orange-alert-heatwave-weather-report-update Image: Amay Kharade ( Mumbai Samachar)

અમદાવાદઃ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. હજી અનેક વિસ્તારોમાં ચોમાસું એક્ટિવ છે. ગુજરાતમાં હાલ નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે ખેલૈયાઓ ખુશ થઈ જાય તેવી આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી સાત દિવસ ગુજરાતનું વાતાવરણ સુકું રહેવાની સંભાવના છે. ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે તાપમાનનો પારો ઉચકાયો છે. હાલ દિવસે ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં શુષ્ક અને ઠંડી હવાના કારણે તાપમાનમાં ઘટાડો થશે.

હવામાન વિભાગ દ્વારા આજે 7મી ઓક્ટોબરથી 13મી ઓક્ટોબર સુધીમાં એટલે કે સોમવારથી રવિવાર સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. ગુજરાતનું હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે તાપમાન 24 કલાક સુધી યથાવત્ રહેશે જે બાદ મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાવાની શક્યતા છે.

રાજ્યના કેટલાક જિલ્લાઓનું મહત્તમ તાપમાન 38 ડિગ્રીને પાર પહોંચવાની શક્યતા છે. અમદાવાદમાં ગરમીનો પારો 35 ડિગ્રી નોંધાઈ તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી દિવસોમાં શુષ્ક અને ઠંડી હવાના કારણે તાપમાનમાં ઘટાડો થશે. ઓક્ટોબરના ત્રીજા સપ્તાથી તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળશે, જેનાથી ઠંડીની શરૂઆત થઈ જશે.