!["Gujarat authorities announces caller mobile usage guidelines for schools to modulate pupil telephone usage successful classrooms."](https://bombaysamachar.com/wp-content/uploads/2025/02/gujarat-school-mobile-guidelines.webp)
અમદાવાદઃ ડાયમંડ નગરી સુરતમાં થોડા દિવસ પહેલાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. 8માં ધોરણમાં ભણતી 14 વર્ષની દીકરી પાસેથી તેની માતાએ મોબાઇલ લઇ લીધો હતો. જેથી તેને લાગી આવતાં આપઘાત કર્યો હતો. 14 વર્ષીય દીકરીના આ પગલાથી તેના માતા-પિતા પણ ચોંકી ગયા હતા. ઉપરાંત જે લોકોએ મોબાઇલને લઇ વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાની ઘટના સાંભળી તેઓ પણ દંગ રહી ગયા હતા. આ ઘટનાના રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા. ઘટના અંગે રાજ્ય શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, આ પ્રકારની પરિસ્થિતિઓ અટકાવવા વાલીઓને ડિજિટલ ડિવાઇસના સદુપયોગ માટે જાગૃતિ લાવવી પડશે. આ માટે ન માત્ર શાળાઓમાં પરંતુ સામાજિક સ્તરે પણ મૂલ્યવર્ધક અભિગમ અપનાવો જોઈએ. હાલ જે પણ શાળામાં મોબાઈલ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, તેવી રાજ્યની તમામ શાળાને અભિનંદન પાઠવું છું.
આ દિશામાં આગળ વધતાં ગુજરાત સરકારે રાજ્યની તમામ શાળાઓમાં મોબાઇલના ઉપયોગને લઈ પ્રતિબંધ તથા નિયંત્રણો અંગે માર્ગદર્શિકા તૈયાર કરી છે. થોડા દિવસમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. શિક્ષણ વિભાગે તૈયાર કરેલી બાળકો માટે મોબાઇલ અને સોશિયલ મીડિયા ઉપયોગ અંગેની માર્ગદર્શિકામાં શિક્ષકો તેમજ વાલીઓનો પોતાના ઘરમાં, સ્કૂલોમાં સપ્તાહમાં એક વખત મોબાઈલ ઉપવાસ રાખવા અનુરોધ કરતી જોગવાઈ કરવામાં આવી છે.
Also read: ગુજરાતમાં જળાષ્ટમીઃ 230થી વધુ તાલુકામાં ભારે વરસાદ, આવતીકાલે સ્કૂલ બંધ
રાજ્યમાં શાળો કોલેજોમાં 2010થી મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ છે પરંતુ બદલાયેલી ટેકનોલોજી અને સ્માર્ટ ક્લાસ પદ્ધતિના કારણે ફરીથી તેનો વપરાશ વધ્યો છે. આ સંજોગોમાં બાળકો મોબાઈલ ફોન ફોબિયાથી પીડઈ રહ્યા છે. જેની અસર તેમની શારીરિક અને માનસિક સ્થિતિને થાય છે. તેથી શિક્ષણ વિભાગે શાળામાં શિક્ષકો, આચાર્ય, વિદ્યાર્થીની સામે મોબાઇલ ફોનનો ઉપયોગ નહીં કરવાની લઈને સોશિયલ મીડિયા પ્રત્યે આકર્ષણ વધે તે પ્રકારની પ્રવૃત્તિઓ નહીં કરવા માર્ગદર્શિકામાં સૂચન છે.
બાળકોમાં જાગૃતતા આવે એટલે શિક્ષકો અને વાલીઓને સપ્તાહમાં એક દિવસ મોબાઈલથી દૂર રહેવા મોબાઈલ ઉપવાસથી લઈ ડૉક્ટરો દ્વારા વિદ્યાર્થી, વાલી અને શિક્ષકો ત્રણેયને મોબાઇલ એડીકશન દૂર રાખવા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવાનું પણ સૂચન છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને