Chief Minister Shinde orders high-level probe representation by times of india

મુંબઈ: મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં રવિવારે વહેલી સવારે એક જ પરિવારના સાત સભ્યો રહેણાંક-કમ-વાણિજ્યિક ઈમારતમાં ફાટી નીકળેલી આગમાં મૃત્યુ પામ્યા હતા. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે બપોરે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી અને બે ઘાયલોની સારવાર સરકાર તરફથી મફતમાં કરવામાં આવશે એવી ખાતરી આપી હતી. તેમણે આગનું કારણ જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસની ખાતરી પણ આપી હતી.

આ ઘટના ચેમ્બુર પૂર્વના સિદ્ધાર્થ કોલોનીમાં ગાયકવાડ માર્ગ પર બની હતીય મુખ્ય પ્રધાને એમ પણ કહ્યું હતું કે જો વિસ્તારના સ્લમ રિહેબિલિટેશનનું કામ પાઇપલાઇનમાં છે, તો તેઓ સમીક્ષા બેઠક કરશે. શિંદે સાથે કેન્દ્રીય પ્રધાન અને આરપીઆઈ નેતા રામદાસ આઠવલે અને મુંબઈના પાલક પ્રધાન મંગલ પ્રભાત લોઢા પણ હાજર હતા.

આગ રવિવારે સવારે 5.20 વાગ્યે લાગી હતી અને તે લેવલ 1 આગ હતી. આગ ટૂંક સમયમાં ઘરની ચીજવસ્તુઓ સુધી ફેલાઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી મુશ્કેલ બની હતી.

રાજાવાડી હોસ્પિટલમાં ઘાયલોને લઈ જવામાં આવ્યા હતા અને ત્રણ બાળકો સહિત સાતને મૃત જાહેર કરવામાં આવ્યા તેમાં 6 વર્ષની પ્રેસી પ્રેમ ગુપ્તા, 10 વર્ષનો નરેન્દ્ર ગુપ્તા અને 15 વર્ષની વિધિ ગુપ્તા, મંજુ પ્રેમ ગુપ્તા (30), પ્રેમ ચેદીરામ ગુપ્તા (30), અનીતા ધર્મદેવ ગુપ્તા (39), અને ગીતાદેવી ધરમદેવ ગુપ્તા (60)નો સમાવેશ થાય છે.

આ ઘટનાએ ચેમ્બુર જેવા ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં રહેણાંક અને વ્યાપારી ઇમારતોમાં આગ સલામતીને લગતી ચિંતાઓનું મોજું ફેલાવ્યું છે. ફાયર બ્રિગેડ તરફથી ઝડપી પ્રતિસાદ હોવા છતાં, વિસ્તારની સાંકડી ગલીઓ અને ભીડભાડવાળી જગ્યાને કારણે બચાવકર્તાઓને પડકારોનો સામનો કરવો પડ્યો.