First lawsuit  of HMPV reported successful  Gujarat; Government issues precautionary guidelines

બિલાસપુરઃ છત્તીસગઢના બિલાસપુર શહેરની એક હોસ્પિટલમાં દાખલ ત્રણ વર્ષના બાળકને હ્યુમન મેટાપ્યુનો વાઈરસ (એચએમપીવી) હોવાનું નિદાન થયું છે. જે રાજ્યમાં આ પ્રકારનો પહેલો ચેપ છે. આ જાણકારી આરોગ્ય અધિકારીઓએ શુક્રવારે આપી હતી.

બિલાસપુરના મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી ડો. પ્રમોદ તિવારીના જણાવ્યા અનુસાર કોરબા જિલ્લાના રહેવાસી આ બાળકને ૨૭ જાન્યુઆરીએ શરદી-ઉધરસની ફરિયાદ સાથે અહીંની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

તેમણે જણાવ્યું કે એચએમપીવીનો કેસ હોવાની શંકા હોવાથી તેના સ્વેબના નમૂનાઓ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ(એમ્સ) રાયપુરને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું કે તપાસમાં એચએમપીવી સંક્રમણની પુષ્ટિ થયા બાદ બાળકને હોસ્પિટલના આઇસીયુમાં અન્ય દર્દીઓથી અલગ રાખવામાં આવ્યો હતો. જો કે દાખલ થયા બાદથી બાળકની તબિયતમાં કોઇ સુધારો થયો નથી. તેથી વધુ સારવાર માટે એમ્સ રાયપુર મોકલવાનું વિચારી રહ્યા છીએ એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો : HMPV: અમદાવાદમાં વધુ એક કેસ નોંધાયો, 4 મહિનાના બાળકને લાગ્યો ચેપ

આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે બાળકના અન્ય ત્રણ ભાઇ-બહેનોને પણ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે, જો કે તેમનામાં સંક્રમણના કોઇ લક્ષણો જોવા મળ્યા નથી. એચએમપીવીનો પહેલો કેસ સામે આવ્યા બાદ બિલાસપુર જિલ્લામાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેમજ બાળક જ્યાં રહે છે તે કોરબા વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને