આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ આ સોશિયલ મીડિયા પર કેટલાક બિનજરૂરી તો કેટલાક ખૂબ જ મહત્ત્વના સમાચારો ફોર્વર્ડ થતાં હોય છે.
આવા જ એક સમાચાર હાલમાં સોશિયલ મીડિયા પર ફોર્વર્ડ થઈ રહ્યા છે જેમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 200 રૂપિયાની નોટ પરથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો હટાવીને ટાટા ગ્રુપના અધ્યક્ષ રતન ટાટા (Ratan Tata)નો ફોટો છાપવામાં આવશે. ચાલો તમને આ સમાચાર પાછળની સચ્ચાઈ જણાવીએ-
મળતી માહિતી મુજબ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ટૂંક સમયમાં જ 200 રૂપિયાની નોટ પરથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જગ્યાએ ટાટા ગ્રુપના દિવંગત અધ્યક્ષ રતન ટાટાનો ફોટો છાપવામાં આવશે. જ્યારે આ સમાચારની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આરબીઆઈ દ્વારા આવી કોઈ જ યોજના નથી બનાવવામાં આવી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કે સરકાર દ્વારા આ અંગેની માહિતી આપતી ઓફિશિયલ નોટિસ બહાર નથી પાડવામાં આવી. હવે તમને થશે કે તો પછી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ 200 રૂપિયાની નોટના ફોટાની સચ્ચાઈ શું છે? ચાલો તમને એ વિશે પણ જણાવી જ દઈએ.
આપણ વાંચો: જાણો… રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કેમ વધારી રહી છે Gold ની ખરીદી
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ ફોટોમાં સાંચી સ્તુપની જગ્યાએ ટાટા કંપની અને રતન ટાટાનો ફોટો જોવા મળી રહ્યો છે. તમારી જાણ માટે ટે આ ફોટો મૂળ તો 19મી નવેમ્બર, 2024ના રઘુમૂર્તિ નામના એક યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો હતો.
જે સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થયો હતો. જ્યારે 200 રૂપિયાની નોટ પર રતન ટાટાનો ફોટો છપાશે એવા અહેવાલો આવવા લાગ્યા ત્યારે ખૂબ રઘુમૂર્તિએ લોકોને પોસ્ટ કરીને અપીલ કરી છે કે તેમના ક્રિયેટિવ કામનો ઉપયોગ ફેક ન્યુઝ ફેલાવવા માટે ના કરવામાં આવે.
તમે પણ જો આ ફોટો ધ્યાનથી જોશો તો તેમાં રતન ટાટા અને ટાટા કંપનીના ફોટોની આસપાસની જગ્યા પર રઘુનમૂર્તિ07 એવું વોટરમાર્ક જોવા મળી રહ્યો છે અને એના પરથી સ્પષ્ટ થાય છે કે આ એક એડિટેડ ફોટો છે અને સોશિયલ મીડિયા પર 200 રૂપિયાની નોટને કરાઈ રહેલાં દાવાઓમાં કોઈ સચ્ચાઈ નથી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને