rain spoils play   successful  australia sri lanka trial  astatine  galle Credit : India contiguous

ગૉલઃ ઑસ્ટ્રેલિયાએ અહીં શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ગુરુવારના બીજા દિવસે પ્રથમ દાવ 654/6ના સ્કોર પર ડિક્લેર કરી દીધો ત્યાર બાદ આજે મેઘરાજાએ કાંગારૂઓની મજા બગાડી નાખી હતી. વરસાદને કારણે શ્રીલંકાની ટીમના પ્રથમ દાવમાં માત્ર 42 ઓવર બોલિંગ થઈ હતી અને પાંચ વિકેટે 136 ર બન્યા હતા.

જો મેઘરાજા નડતરરૂપ ન થયા હોત તો સ્ટીવ સ્મિથની ટીમે યજમાન ટીમને આજે જ ઑલઆઉટ કરીને જંગી લીડ સાથે એને ફૉલો-ઑન આપી હોત.

Also work : સચિનને મળશે બીસીસીઆઇનો આ પ્રતિષ્ઠિત પુરસ્કાર, 24 વર્ષની કરીઅરમાં ધૂમ મચાવી હતી…

દિનેશ ચંદીમલ 63 રન સાથે રમી રહ્યો હતો.
ઑસ્ટ્રેલિયાના મિચલ સ્ટાર્ક અને મૅથ્યૂ કુહનેમને બે-બે વિકેટ લીધી હતી. એક વિકેટ નૅથન લાયનને મળી હતી.
પહેલા દાવમાં ઉસમાન ખ્વાજાએ 232 રન, સ્ટીવ સ્મિથે 141 રન અને જૉશ ઇંગ્લિસે 102 રન બનાવ્યા હતા.

શ્રીલંકન બોલર પ્રભાત જયસૂર્યાએ 193 રનમાં ત્રણ અને જેફરી વૅન્ડરસેએ 182 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. નિશાન પેઇરિસ નામના ઑફ-સ્પિનરને 189 રનમાં એક પણ વિકેટ નહોતી મળી. અસિથા ફર્નાન્ડો પણ 77 રનના ખર્ચ છતાં વિકેટ વિનાનો રહ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને