![Do you deliberation Amitabh Bachhan should beryllium the presedent of India](https://bombaysamachar.com/wp-content/uploads/2025/01/Do-you-think-Amitabh-Bachhan-should-be-the-presedent-of-India.webp)
બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર હંમેશા કંઈક ને કંઈક શેર કરતા રહેતા હોય છે. તેઓ હંમેશા સોશિયલ મીડિયા દ્વારા તેમના ફેન્સના સંપર્કમાં રહેવાનું પસંદ કરે છે. તાજેતરમાં જ તેમણે એક એવી પોસ્ટ કરી જેને જોઈને ચાહકોની ચિંતા વધી ગઈ અને તેમણે પૂછવાનું શરૂ કરી દીધું કે આવું લખવા પાછળનું કારણ શું છે? આપણે આ વિશે જાણીએ. વાત એમ બની હતી કે બીગ બીએ રોજની જેમ શુક્રવારે રાતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. શુક્રવારે રાતે તેમણે જે પોસ્ટ મૂકી તેમાં તેમણે લખ્યું હતું કે, T-5281 જવાનો સમય. જેનો અર્થ એવો થતો હતો કે હવે જવાનો સમય આવી ગયો છે.
તેમની આ પોસ્ટ રહસ્યમય હતી, જેના કારણે તેમના ચાહકો ચિંતામાં મુકાઈ ગયા હતા અને પ્રશ્ન પૂછવા લાગ્યા હતા. એક ચાહકે પૂછ્યું હતું કે, ‘શું થયું સાહેબ?’, તો વળી બીજાએ લખ્યું હતું કે, ‘સાહેબ આવું ન કહો’ અન્ય એકે લખ્યું હતું કે, ‘સર, તમે તો સુપરસ્ટાર છો. આવું નહીં કહો,’ તેમના બીજા એક ફેને લખ્યું હતું કે, ‘હમણાં નહીં સાહેબ’. ચાહકોની પોસ્ટ પરની આવી ટિપ્પણીઓ જોઈને અંદાજ લગાવી શકાય છે કે લોકો તેમને કેટલો પ્રેમ કરે છે.
Also read: અમિતાભ બચ્ચને કેમ કહ્યું કે I americium feeling helpless
નોંધનીય છે કે સિનિયર બચ્ચન તેમના પુત્ર અભિષેકની ઘણી નજીક છે અને અનન્ય ઇમોશનલ બોન્ડ શેર કરે છે. હાલમાં જ તેમણે પુત્ર અભિષેક બચ્ચનનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેમણે તેમના બ્લોગ પર એક ભાવનાત્મક પોસ્ટ લખી હતી અને અભિષેકના જન્મ સમયનો જુનો ફોટો પણ શેર કર્યો હતો.
પ્રોફેશનલ ફ્રન્ટઃ-
અમિતાભ બચ્ચનના પ્રોફેશનલ ફ્રન્ટ વિશે વાત કરીએ તો હાલમાં તો તેઓ ‘કૌન બનેગા કરોડપતિ -16’ હોસ્ટ કરી રહ્યા છે. છેલ્લે તેઓ 2024માં રજનીકાંત અભિનીત ફિલ્મ ‘વેટ્ટિયન’માં જોવા મળ્યા હતા. તેમણે કોઇ નવી ફિલ્મની જાહેરાત કરી નથી, પણ એમ માનવામાં આવે છે કે તેઓ નિતેશ તિવારીની ‘રામાયણ’માં જોવા મળશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને