nobel prize Britannica

નોર્વેજીયન નોબેલ કમિટીએ જાપાનની નિહોન હિડાન્ક્યો (Nihon Hidankyo) સંસ્થાને આ વર્ષનું નોબલ પારિતોષિક એનાયત કર્યું છે. નિહોન હિડાન્ક્યોને સંસ્થા હિરોશિમા અને નાગાસાકીના પરમાણુ બોમ્બ વિસ્ફોટમાં બચી ગયેલા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આ સંસ્થાને પરમાણુ હથિયારોથી મુક્ત વિશ્વની હિમાયત કરવા અને પરમાણુ યુદ્ધની ભયાનકતા અંગે જાગૃતિ ફેલાવવા માટે સન્માનિત કરવામાં આવી છે.

| Read More: Nobel Prize 2024: વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રુવકોન mRNAની શોધ બદલ નોબેલ પુરસ્કારથી સન્માનિત

નિહોન હિડાન્ક્યોની વર્ષ 1956 માં સ્થાપના કરવામાં આવી હતી. નિહોન હિડાન્ક્યો જાપાનમાં અણુ બોમ્બ વિસ્ફોટ બચી ગયેલા લોકોનું સૌથી મોટું અને સૌથી પ્રભાવશાળી સંગઠન છે. આ સંસ્થાનું ધ્યેય પરમાણુ શસ્ત્રોના વિનાશક પરિણામો વિશે વૈશ્વિક જાગૃતિ વધારવાનું છે.

નોબલ કમિટીએ પરમાણુ શસ્ત્રો સામે વૈશ્વિક આદોલન પેદા કરવા અને આ પ્રયાસોને ટકાવી રાખવાના તેમના અતૂટ પ્રયાસો માટે નિહોન હિડાન્ક્યોની પ્રશંસા કરી હતી, કમિટીએ કહ્યું કે સંસ્થાએ આવા શાસ્ત્રોએ પેદા કરેલી પીડા અને વેદનાને સમજ પૂરી પાડી છે. આપણને અવર્ણનીયનું વર્ણન કરવામાં, અકલ્પ્યની કલ્પના કરવામાં મદદ કરી છે.

ન્યુક્લિયર બોમ્બ વિસ્ફોટની લગભગ 80 વર્ષ વીતી ગયા હોવા છતાં, પરમાણુ શસ્ત્રો વૈશ્વિક ખતરો છે. પરમાણું ટેકનોલોજી ધરવતા દેશો હથિયારોનું આધુનિકીકરણ કરી રહ્યા છે. કમિટીએ નિવેદનમાં કહ્યું કે, “માનવ ઇતિહાસમાં આ ક્ષણે યાદ રાખવાનું છે કે પરમાણુ શસ્ત્રો વિશ્વએ જોયેલા સૌથી વિનાશક શસ્ત્રો છે.”

| Read More: યુરોપિયન યુનિયનનો મોટો નિર્ણયઃ સોશિયલ મીડિયા પર નિયમોનો ભંગ કરનારાને સીધા કરી શકાશે

જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો પર અણુ બોમ્બ ફેંકાયાને આવતા વર્ષે 80 વર્ષ પૂરા થશે, જેમાં અંદાજે 1,20,000 લોકો તત્કાળ મૃત્યુ પામ્યા હતા. ત્યારપછીના વર્ષોમાં હજારો લોકો ઇજાઓ અને રેડીએશનને કારણે મૃત્યુ પામ્યા.