Supreme tribunal  announcement  to Muslim side, seeks reply   wrong   2 week

નવી દિલ્હીઃ વારાણસીના જ્ઞાનવાપી સંકુલમાં કથિત શિવલિંગના ASI સર્વેની માગણી કરતી હિન્દુ પક્ષની અરજી પર સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષકારોને નોટિસ જારી કરી છે. સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરીને મુસ્લિમ પક્ષ પાસેથી 2 સપ્તાહમાં જવાબ માંગ્યો છે. હવે આ કેસની સુનાવણી આવતા મહિને 17મી ડિસેમ્બરે થશે.

સુપ્રીમ કોર્ટ જ્ઞાનવાપી કેસને લઈને વારાણસીની નીચલી કોર્ટમાં ચાલી રહેલા તમામ 15 કેસોને હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની હિન્દુ પક્ષની માગ પર સુનાવણી કરી રહી હતી. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચ સમક્ષ હિન્દુ પક્ષના વકીલે કહ્યું હતું કે કેટલીક અરજીઓ ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ છે અને કેટલીક સિવિલ જજ સમક્ષ છે, આવી સ્થિતિમાં એક જ કેસમાં અલગ-અલગ કોર્ટમાંથી અલગ-અલગ આદેશો આવી રહ્યા છે. આવી સ્થિતિમાં અમારી માગણી એ છે કે જ્ઞાનવાપી સંબંધિત તમામ અરજીઓને એકસાથે ભેગી કરીને અલાહાબાદ હાઈકોર્ટમાં ત્રણ જજોની બેન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવે.

મુસ્લિમ પક્ષે હિંદુ પક્ષની અરજીઓ સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે હિન્દુ પક્ષ સીલ કરાયેલા વજુ ખાના વિસ્તારનો ASI સર્વે કરવા માંગે છે. અમે અગાઉ પણ એવી દલીલ કરી હતી કે પ્લેસ ઓફ વર્શીપ એક્ટની મર્યાદાઓને કારણે આવી અરજીઓ સાંભળી શકાતી નથી. જિલ્લા અદાલતે આ માંગને ફગાવી દીધી હતી અને ત્યારબાદ હાઈકોર્ટે તેને મંજૂરી આપી હતી. અમે તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમની અરજી પર નિર્ણય હજુ બાકી છે.

Also Read – Parliament Session : સંસદના શિયાળુ સત્રમાં આટલા બિલ રજુ કરાશે, વકફ સંશોધન બિલ પર હંગામાની શકયતા

એમ કહેવાયછે કે વીડિયોગ્રાફિક સર્વે દરમિયાન વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં ‘શિવલિંગ’ મળી આવ્યું હતું. જોકે, મુસ્લિમ પક્ષ તેને એક છેતરપિંડી ગણાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને