નાગપુર: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિને બહુમત મળ્યો હતો, જ્યારે કોંગ્રેસ પાર્ટીને ઓછી સીટ મળ્યા પછી આરોપ-પ્રત્યારોપ કરવામાં આવી રહ્યા છે, ત્યારે તાજેતરમાં મહારાષ્ટ્ર ભાજપના નેતાએ નવો દાવો કર્યો હતો.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસનું કોઈ ભાવિ ન હોવાનો દાવો કરી ભારતીય જનતા પાર્ટીના નેતા આશિષ દેશમુખે બુધવારે કહ્યું હતું કે રાજ્યમાં કોંગ્રેસના નવા ચૂંટાયેલા તમામ 16 વિધાનસભ્યોએ ભાજપમાં જોડાઈ જવું જોઈએ.
નાગપુર જિલ્લાની સાવનેર બેઠક પરથી ચૂંટણી જીતેલા દેશમુખે દાવો કર્યો હતો કે ‘ભારતીય જનતા પાર્ટી અને મહાયુતિ ગઠબંધનઓ ભવ્ય વિજય થયો છે અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસનું પતન આપણે નજર સામે જોયું. જોકે, કોંગ્રેસનું પતન બધે જ થઈ રહ્યું છે.
આપણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બળવાખોરોને મનાવવા નેતાઓનો ઓવરટાઈમ
દરેક રાજ્યમાં બેઠકોની સંખ્યામાં સતત થઈ રહેલો ઘટાડો અને મતદારોએ મોઢું ફેરવી લીધું હોવાથી કોંગ્રેસ માટે કોઈ વિકલ્પ નથી બચ્યો. આ વખતના પરિણામ વિપક્ષી દળ માટે નાલેશી છે.
કોંગ્રેસ અને તેના વિધાનસભ્યોનું કોઈ ભાવિ નથી અને મહારાષ્ટ્ર કોંગ્રેસી વિધાનસભ્યોએ ભાજપમાં જોડાઈ જવું જોઈએ. 2014થી અત્યાર સુધીમાં કોંગ્રેસનો બેઠકોનો હિસ્સો 20 ટકાથી ઘટીને 10 ટકાથી નીચે આવી ગયો છે.’ કોંગ્રેસમાંથી હાંકી કઢાયા બાદ દેશમુખ જૂન 2023માં ભાજપમાં જોડાયા હતા.
(પીટીઆઈ)
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને