થાણે: ચૂંટણી પંચની સ્ટેટિક સર્વેલન્સ ટીમે (એએસટી) થાણે જિલ્લામાં કલ્યાણ ગ્રામીણ વિધાનસભા મતક્ષેત્રમાં શનિવારે એક વાહનમાંથી 5.55 કરોડની રોકડ જપ્ત કરી હતી.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના સંભાજીનગરમાં ટેન્ક તૂટતા ત્રણનાં મોત
શિળફાટા વિસ્તારમાં શનિવારે સવારે એસએસટીને તહેનાત કરવામાં આવી હતી. ટીમે વાહનને શંકાને આધારે આંતર્યું હતું, જેમાંથી રોકડ મળી આવી હતી.
રિટર્નિંગ ઓફિસર વિશ્ર્વાસ ગુજરે જણાવ્યું હતું કે વાહનમાં હાજર લોકો ઉપરોક્ત રોકડ અંગે કોઇ ખુલાસો આપવામાં કે યોગ્ય દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ ગયા હતા.
ગુજરે જણાવ્યું હતું કે આ રકમ 10 લાખ રૂપિયાની નિર્ધારિત મર્યાદાને વટાવી ચૂકી હોવાથી આ તેની તપાસ આવકવેરા વિભાગને સોંપવામાં આવી છે.
મેજિસ્ટ્રેટની હાજરીમાં રોકડની ચકાસણી કરવામાં આવી હતી અને બાદમાં આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા તે જપ્ત કરવામાં આવી હતી. આ રોકડ ક્યાંથી આવી અને તે કયા હેતુસર વપરાવાની હતી તેની તપાસ ચાલી રહી છે, એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો : ઉદ્ધવ અને પવારના વિરોધ છતાં મોદી વકફ એક્ટમાં સુધારો કરશે: અમિત શાહ
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી અગાઉ વિવિધ એજન્સીઓએ તકેદારી વધારી દીધી છે. સ્ટેટિક સર્વેલન્સ ટીમ, ફ્લાઇંગ સ્કવોડ તેમ જ અન્ય મોનિટરિંગ યુનિટોએ બેહિસાબી નાણાં, દારૂ અને અન્ય પ્રલોભનો પર નિયંત્રણ લાવવા માટે વાહનોની તપાસ વધુ તીવ્ર બનાવી છે. (પીટીઆઇ)