દિલ્હી હાઈકોર્ટે રાજધાનીની સરકારી હોસ્પિટલોની ખરાબ હાલત સુધારવા અને દર્દીઓને વધુ સારી તબીબી સેવાઓ આપવા માટે ઘણા મહત્વપૂર્ણ આદેશ આપ્યા છે. કોર્ટે દિલ્હી સરકારને પાયલોટ પ્રોજેક્ટ તરીકે સરકારી હોસ્પિટલોમાં પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન (PM-ABHIM) લાગુ કરવા જણાવ્યું છે. આ આદેશનું ચાર અઠવાડિયામાં પાલન કરવાનું રહેશે.
ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોરાની બેન્ચ સમક્ષ દિલ્હી સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સિલ રાહુલ મેહરા અને એડિશનલ સ્ટેન્ડિંગ કાઉન્સિલ સત્યકામે કહ્યું હતું કે PM-ABHIM સ્કીમને દિલ્હીમાં બે હૉસ્પિટલો અને 15 વેલનેસ સેન્ટર્સમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવાની વાત કરી હતી. તેના જવાબમાં બેન્ચે કહ્યું કે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યા પછી દર્દીઓની સુવિધા માટે રાજધાનીની તમામ હોસ્પિટલોમાં ટૂંક સમયમાં આ યોજના લાગુ કરવાનું સુનિશ્ચિત કરો.
આ સાથે જ ડો.સરીન કમિટીની ભલામણોને ધ્યાનમાં રાખીને દિલ્હીની હોસ્પિટલોમાં સુધારા માટે બોલાવવામાં આવેલી બેઠકની વિગતો પણ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ સિવાય દિલ્હી સરકાર દ્વારા હોસ્પિટલોમાં ફેરફાર માટે લેવાયેલી પહેલની માહિતી પણ હાઈકોર્ટને આપવામાં આવી હતી. આ મામલામાં આગામી સુનાવણી 11 ડિસેમ્બરે થશે.
આ કેસમાં હાઈકોર્ટે દિલ્હીની 24 સરકારી હોસ્પિટલોની ખરાબ હાલત અંગે સુઓ મોટુ સંજ્ઞાન લીધું હતું. તેમજ ડો.સરીનની દેખરેખ હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં ધણા સૂચનો કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : કોઈપણ પોલીસ સ્ટેશનના પરિસરમાં મંદિર નહીં બની શકે! હાઈકોર્ટેનો નિર્ણય
કોર્ટે આદેશ આપ્યો હતો કે 762 પેરામેડિકલ અને 701 નર્સિંગ સ્ટાફની નિમણૂક 11 ડિસેમ્બર 2024 પહેલા થવી જોઈએ. આ ઉપરાંત રેડિયોલોજીકલ ડાયગ્નોસ્ટિક સેવાઓ અંગે, દિલ્હી સરકારને જ્યાં સુધી નક્કર ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર ન થાય ત્યાં સુધી પબ્લિક-પ્રાઇવેટ-પાર્ટનરશિપ (PPP) ધોરણે તપાસ હાથ ધરવા સૂચના આપવામાં આવી છે અને આના અમલ માટે સરકારને બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. હાઇ કોર્ટે કાયદા મુજબ તમામ હોસ્પિટલો માટે પૂર્ણ સમયના એમએસ/ એમડી/ નિર્દેશક/ એચઓડીની નિમણૂક માટે બે અઠવાડિયાની અંદર પગલાં લેવા માટે પણ દિલ્હી સરકારને નિર્દેશ આપ્યો હતો. દિલ્હીની તમામ 24 હોસ્પિટલોમાં ચાર અઠવાડિયાની અંદર જન ઔષધિ કેન્દ્રો ખોલવા સૂચના આપવામાં આવી હતી. હાઇ કોર્ટે જ્યાં 80 ટકા કામ પૂર્ણ થયું હોય તેવી હોસ્પિટલોમાં ચાર અઠવાડિયામાં કોન્ટ્રાક્ટના ધોરણે કર્મચારીઓની ભરતી કરવા જણાવ્યું હતું
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને