The Gujarat High Court remark regarding the ACR of authorities  employees

અમદાવાદઃ દાહોદના(Dahod)સાંજેલી ગામમાં એક મહિલાને 15 જેટલા લોકોના ટોળા દ્વારા બાઈકની પાછળ સાંકળ વડે બાંધીને અર્ધનગ્ન હાલતમાં દોડાવવામાં આવી હતા. આ મહિલા પરિણીત હોવા છતાં તે પોતાના કોઈ પ્રેમીને મળતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જો કે, પોલીસે આ મુદ્દે સમાચાર સંસ્થાઓના અહેવાલોના આધારે કેટલાક આરોપીઓને ઝડપીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

12 ફેબ્રુઆરીએ ચીફ જજની બેન્ચ સમક્ષ સરકાર જવાબ રજૂ કરશે

આ દરમિયાન ગુજરાત હાઇકોર્ટે આ ઘટનાનું સ્વયં સંજ્ઞાન લેતા જાતે અરજી દાખલ કરી હતી. આ મામલે રાજ્યના ગૃહ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ દાહોદ ડીએસપીને એક્શન ટેકન રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. 12 ફેબ્રુઆરીએ ચીફ જજની બેન્ચ સમક્ષ સરકાર જવાબ રજૂ કરશે.

આ અરજી ચીફ જજની બેન્ચને રિફર કરાઈ હતી

આ ઘટનાની પીડિત મહિલા સહિત આવી ઘટનાઓમાં પીડિત મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય, મેડિકલ સારવાર અને સુરક્ષા માટે કેવાં પગલાં લેવાય છે, તેનો રાજ્ય સરકાર જવાબ આપશે. દાહોદની આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં પીડિત મહિલાનો નિર્વસ્ત્ર વીડિયો કેટલાક પરપીડન વૃત્તિવાળા લોકોએ સોશિયલ મીડિયા ઉપર વાઇરલ કર્યો હતો. આવા વીડિયોને ફેલાતા રોકવા સરકાર શું પગલાં લઈ રહી છે, તેનો જવાબ આપવાની પણ સુચના આપી હતી. આ અરજી ચીફ જજની બેન્ચને રિફર કરાઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને