નિફ્ટી ૨૫,૮૦૦ની નીચે સરક્યો, સેન્સેક્સ ગબડ્યો, સ્મોલ કૅપ શૅરોમાં ફરી ચમકારો

4 hours ago 1

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: એસએન્ડપી ૫૦૦, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રઈઅલ એવરેજ અને નેસ્ડેકમાં સુધારા ઉપરાંત જાપાનીઝ માર્કેટના રિબાઉન્ડ છતાં સ્થાનિક બજારમાં નિરસ માહોલ વચ્ચે સેન્સેક્સ સતત બીજા દિવસે ગબડ્યો હતો, જ્યારે નિફ્ટી ૨૫,૮૦૦ની નીચે સરક્યો હતો. સ્મોલ કેપ શેરોમાં ઘણા સત્ર બાદ ચમકારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અગાઉની બંધ સપાટી સામે ૩૩.૪૯ પોઈન્ટ અથવા ૦.૦૪ ટકાના ઘટાડા સાથે ૮૪,૨૬૬.૨૯ પોઇન્ટના સ્તર પર બંધ થયો હતો. એ જ રીતે, એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સ ૧૩.૯૫ પોઈન્ટ અથવા ૦.૦૫ ટકાના ઘટાડા સાથે ૨૫,૭૯૬.૯૦ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો.

બીએસઇના બેન્ચમાર્કમાંથી ઈન્ડસઈન્ડ બેંક, એશિયન પેઈન્ટ્સ, હિન્દુસ્તાન યુનિલિવર અને ટાટા સ્ટીલ ૨.૬૪ ટકા સુધીની પીછેહઠ સાથે ટોપ લુઝર રહ્યાં હતાં. તેનાથી વિપરીત, ટેક મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, કોટક મહિન્દ્રા બેંક અને ઇન્ફોસિસ એવા ૧૪ શેરોમાં સામેલ હતા જે મંગળવારે ૨.૯૩ ટકા સુધીના વધારા સાથે ગ્રીન ઝોનમાં પહોંચ્યા હતા. વ્યાપક શેરઆંકમાં નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ અને નિફ્ટી મિડકેપ ૧૦૦ અનુક્રમે ૦.૭૯ ટકા અને ૦.૩૪ ટકા વધ્યા હતા. નિફ્ટી આઇટી અને મીડિયા સૂચકાંકોએ અન્ય ક્ષેત્રીય સૂચકાંકો કરતાં આઉટપર્ફોર્મ કર્યું હતું, દરેકમાં એક ટકાથી વધુના વધારા સાથે સેટલ થયા હતા. ઓટો, મેટલ, ફાર્મા, પીએસયુ બેંક, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ અને પસંદગીના હેલ્થકેર શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. નિફ્ટી-૫૦ના ૫ચાસ શેરોમાંથી ઇન્ડસઇન્ડ બેન્ક, ઓએનજીસી, એશિયન પેઇન્ટ્સ, બજાજ ઓટો અને ટાટા સ્ટીલની આગેવાનીમાં ૨૯ શેર ૨.૬૬ ટકા સુધીના નુકસાન સાથે રેડ ઝોનમાં બંધ થયા હતા. જ્યારે તેનાથી વિપરીત, ટેક મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસીસ અને અદાણી એન્ટરપ્રાઇઝે ૨.૯૦ ટકા સુધીનો વધારો નોંધાવ્યો હતો. મનક્સિયા કોટેડ મેટલ્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને રૂ. ૨૦૦ કરોડનો યુરોપીયન કોન્ટ્રેક્ટ મળ્યો છે. આ કરારમાં આગામી ૧૨ મહિનામાં ૨૦,૦૦૦ મેટ્રિક ટન પ્રિપેઇન્ટેડ સ્ટીલ કોઇલ્સ, અલુઝિંક કોટેડ સ્ટીલ કોઇલ્સ અને ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ ઉત્પાદનોની સપ્લાઈનો સમાવેશ છે.

સેબી પાસે વિક્રમ સોલારે રૂ. ૧૫૦૦ કરોડના આઇપીઓ માટે આદિત્ય ઇન્ફોટેકે રૂ. ૧,૩૦૦ કરોડના આઇપીઓ માટે વરિન્દેરા ક્ધસ્ટ્રકશને રૂ. ૧,૨૦૦ કરોડના જાહેર ભરણાં માટે સંભવ સ્ટીલે રૂ. ૫૫૦ આઇપીઓ માટે, રાહી ઇન્ફ્રાટેકે રૂ. ૪૨૦ કરોડ અને ગ્રેનાઇટ પ્રોડ્યસર મિડવેસ્ટે રૂ. ૬૫૦ કરોડના જાહેર ભરણા માટે ડીઆરએચપી ફાઇલ કરાવ્યું છે. સેબી રોકાણકારોની સુરક્ષા અર્થે ટૂંક સમયમાં જ પગલાં જાહેર કરશે, ઉપરાંત બજાર નિયમાકે મ્યુનિસિપલ બોન્ડ માટે કરરાહત આપવા સરકારને અરજ કરી છે. ઇરેડાની લોન મજૂરીનો આંકડો ૩૦૩ ટકા વધીને રૂ. ૧૭,૮૬૯ કરોડ સુધી પહોંચ્યો છે. નેશનલ રીયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા આયોજિત ભારતના સૌથી મોટી રીયલ એસ્ટેટ ઇવેન્ટ હોમેથોનની ત્રીજી આવૃત્તિમાં ચારથી છઠી ઓક્ટોબર દરમિયાન ૧૦૦૦ ટોચના પ્રોજેકટ પ્રદર્શિત કરવામાં આવશે. આ પ્રસગે સસ્ટેનેબલ એન્ડ એન્વાર્યમેન્ટ ફ્રેન્ડલી ફ્યુચર હાઉસિંગ પહેલના ભાગરૂપે એક સમજૂતી કરાર કરાશે. પાછલી આવૃત્તિમાં ૫૫,૦૦૦ મુલાકાતી સહભાગી થયા હતા અને રૂ. ૧૦૫૦ કરોડના સોદા થયા હતા. એકંદરે આ ક્ષેત્રે વેચાણ નવા પ્રોજેક્ટથી વધુ રહ્યાં છે.

બજારના વિશ્ર્લેષક અનુસાર ચાઈનીઝ સેન્ટ્રલ બેંકની તાજેતરની સ્ટિમ્યુલસ નીતિઓને કારણે, વિદેશી ફંડ્સ ભારત જેવા મોંઘા બજારોમાંથી સસ્તા ચાઈનીઝ શેરબજાર તર ફંટાઇ રહ્યા છે. તાજેતરના રાજકીય ફેરફારોને કારણે બેન્ક ઓફ જાપાન દ્વારા વ્યાજ દરોમાં સંભવિત વધારા સાથે, નજીકના ગાળામાં સ્થાનિક બજારને અસર કરી શકે છે. મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટ્સ અને ઉત્પાદન પ્રવૃત્તિઓના આઉટપુટના તાજેતરના ડેટા થોડી નબળાઇ દર્શાવે છે.

દરમિયાન, કંપનીઓ આ અઠવાડિયે તેમના પ્રી-ક્વાર્ટરલી અપડેટ્સ બહાર પાડશે. દરમિયાન આજે બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે શેરબજાર બંધ રહેશે. ઓપેકની ઉત્પાદન વધારવાની યોજનાને કારણે ક્રૂડ ઓઇલની કિંમતો ઘટી રહી છે. સ્થાનિક રીતે, બજાર આગામી આરબીઆઇની પોલિસી મીટિંગ અને બીજા ક્વાર્ટરના કંપની પરિણામોની બજારના માર્ગ પર વધુ આંતરદૃષ્ટિની રાહ જુએ છે.

કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર સેબી દ્વારા રોકાણકારોના રક્ષણને વધારવાના પ્રયાસરૂપે, ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફએન્ડઓ) સેગમેન્ટ અંગે ખૂબ જ ટૂંક સમયમાં પગલાં લેવાની અપેક્ષા છે, એમ તેના વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું. વધુમાં, સેબીએ સરકારને મ્યુનિસિપલ બોન્ડના સબ્સ્ક્રાઇબર્સ માટે ટેક્સ બ્રેક્સ દાખલ કરવા વિનંતી કરી છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ફંડિંગ માટે મહત્વપૂર્ણ છે. રેગ્યુલેટર ફાઇનાન્સ કમિશન સાથેની મીટિંગ દરમિયાન મ્યુનિસિપલ બોન્ડ માટે ટેક્સ બ્રેક માટે કેસ કરશે, એમ રેગ્યુલેટરના સંપૂર્ણ સમયના સભ્ય અશ્વની ભાટિયાએ અહીં જણાવ્યું હતું.૧૯૯૭થી, નગરપાલિકાઓએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે બોન્ડ દ્વારા રૂ. ૨,૭૦૦ કરોડ એકત્ર કર્યા છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article