પાપી ગ્રહ રાહુ કરશે નક્ષત્ર પરિવર્તન, પાંચ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પિરીયડ

2 hours ago 1
Raasi-Astrology

જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર નવ ગ્રહમાં શનિને બાદ કરતાં રાહુ અને કેતુ બે એવા ગ્રહો છે જે ધીમી ગતિએ ગોચર કરે છે. રાહુને પણ શનિદેવની જેમ એક રાશિમાંબીજી રાશિમાં ગોચર કરતાં દોઢ વર્ષ અને નક્ષત્ર પરિવર્તન કરતાં છ મહિનાનો સમય લાગે છે. પરિણામે એની અસર પણ લાંબા સમય સુધી જોવા મળે છે. જે વ્યક્તિની કુંડળીમાં રાહુની સ્થિતિ મજબૂત અને અનુકૂળ હોય છે એ લોકોને જીવનમાં પ્રસિદ્ધિ, ધન અને સામાજિક પ્રતિષ્ઠા મેળવે છે.

રાહુ બે દિવસ બાદ એટલે કે 10મી નવેમ્બરના રાતે 11.31 કલાકે નક્ષત્ર પરિવર્તન કરીને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના તૃતીય પદથી નીકળીને દ્વિતીય પદમાં પ્રવેશ કરશે. જ્યાં તે 12મી જાન્યુઆરી 2025 સુધી બિરાજમાન રહેશે. રાહુના આ નક્ષત્ર પરિવર્તનને કારણે પાંચ રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકો પર ધનવર્ષા થશે અને પૈસાથી તિજોરીઓ છલકાઈ ઉઠશે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

વૃષભઃ

Mother Durga has these zodiac signs dear, look   astatine  your zodiac motion   too!

વૃષભ રાશિના જાતકોને જો તણાવ અને ચિંતા અનુભવી રહ્યા હશે તો તેમાં ઘટાડો જોવા મળશે. મન પ્રસન્ન રહેશે. આવકના નવા નવા સ્રોત ખુલશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. નોકરીમાં પણ પ્રમોશન વગેરે મળશે. સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. રાજકારણ સાથે સંકળાયેલા લોકોને કોઈ મોટું પદ મળશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. વૈવાહિક જીવન સુખમય રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમય સારો રહેશે.

આ પણ વાંચો :આજનું રાશિફળ (08-11-24): આ ત્રણ રાશિના જાતકોની તમામ મુશ્કેલીઓ થશે આજે દૂર, જોઈ લો શું છે તમારી રાશિના હાલ?

કન્યાઃ

A uncommon  Mahalakshmi Yoga happened, the grace of Maa Lakshmi volition  ablution  connected  the 4  zodiac signs...

કન્યા રાશિના જાતકોના જીવનમાં સ્થિરતા આવશે. માનસિક શાંતિ અનુભવાશે. ધીરજ અને સંયમમાં વૃદ્ધિ થશે. રોકાણ કરવાથી આર્થિક સંકટ દૂર થશે. પારિવારિક સ્થિતિ મજબૂત બનળે. નોકરીમાં પણ સ્થિરતા આવશે. આવકમાં વૃદ્ધિ થશે. વેપારી વર્ગને મુસાફરીથી લાભ થશે. કોઈ સારી ડિલ ફાઈનલ થઈ શકે છે. માતા-પિતાના આશિર્વાદ મળશે.

તુલાઃ

Mother Durga has these zodiac signs dear, look   astatine  your zodiac motion   too!

આ રાશિના જાતકોની રચનાત્મકતામાં વૃદ્ધિ થશે. માનસિક સ્થિતિ મજબૂત બનશે અને યોગ્ય નિર્ણય લેશો. વેપારીઓની આવકમાં વૃદ્ધિ થશે. કામના સ્થળે માન-સન્માનમાં વૃદ્ધિ થશે. પ્રવાસ પર જશો તો તે સુખદ રહેશે. વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ પૂરા કરવામાં સફળતા મળશે. સાથીઓનો સહયોગ મળશે. તમારો સ્વભાવ અને દાન કરવાની પ્રવૃત્તિ તમને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો કરાવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમય અનુકૂળ રહેશે.

ધનઃ

રાહુના નક્ષત્ર પરિવર્તિનથી ધન રાશિના જાતકોની સંવેદનશીલતામાં વૃદ્ધિ થશે. ધન-સંપત્તિમાં વધારો થતાં ખુશીનો પાર નહીં રહે. નવી નવી તક મળી રહી છે. વેપારમાં પણ સ્થિરતા આવશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે. આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. વૈવાહિક જીવન ખુશ-ખુશહાલ રહેશે.

કુંભઃ

કુંભ રાશિના જાતકોમાં પણ આ સમયે આત્મવિશ્વાસનો સંચાર થશે. નિર્ણય લેવાની ક્ષમતા વધારે મજબૂત બનશે. સકારાત્મકતા વધશે.આવકના નવા નવા સ્રોત ખુલતા તમારી ખુશીનો પાર નહીં રહે. તણાવ દૂર થશે. કામના સ્થશે ઉપરી અધિકારીઓની પ્રશંસાને પાત્ર બનશો. પ્રમોશન થઈ શકે છે. તમારી વેપારી ગતિવિધિઓમાં વધારો થશે. સોશિયલ મીડિયા માર્કેટિંગના સહારે ધનની આવક વધશે. પરિણીત જીવન સુખમય રહેશે. ઘર-પરિવારમાં કોઈ શુભ-માંગલિક કાર્યક્રમનું આયોજન થશે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article