ધુળે/નાશિક: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારની પહેલી રેલી સંબોધતાં કૉંગ્રેસ પર એક જાતિને બીજી જાતિ સામે ઊભી કરવાનો ગંભીર આરોપ લગાવતાં કહ્યું હતુ કે એક હૈ તો સેફ હૈ. તેમણે નાશિકમાં મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના સાથી પક્ષોને એવો પડકાર ફેંક્યો હતો કે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી પાસેથી 15 મિનિટ માટે હિન્દુઓના આદર્શ વિનાયક દામોદર સાવરકર અને શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેની પ્રશંસા બોલાવીને દેખાડો, જેમનું યોગદાન દેશ માટે અમુલ્ય છે.
ભાજપના સ્ટાર પ્રચારક વડા પ્રધાન મોદીએ કોંગ્રેસ પર જાતિ અને સમુદાયને વિભાજીત કરવાની ખતરનાક રમત રમવાનો આરોપ પણ લગાવ્યો.
કૉંગ્રેસ પાર્ટીનો એકમાત્ર એજેન્ડા એક જાતિને બીજી સાથે લડાવવાનો છે. તેઓ એસસી, એસટી અને ઓબીસી પ્રગતિ કરે અને તેમને યોગ્ય માન્યતા મળે એવું ઈચ્છતા જ નથી અને હવે તેમની ચોથી પેઢીના ‘યુવરાજ’ (રાજકુમાર) જ્ઞાતિના વિભાજન માટે કામ કરી રહ્યા છે તો યાદ રાખો, એક હૈ તો સેફ હૈ’ (જો આપણે એક થઈશું તો સુરક્ષિત રહીશું), એમ તેમણે કહ્યું હતું.
અગાઉ મોદીએ એવો આક્ષેપ કર્યો હતો કે, નહેરુના સમયથી કોંગ્રેસે ધર્મ પર રાજનીતિ રમી જેના કારણે ભારતનું વિભાજન થયું અને હવે પાર્ટી જાતિની રાજનીતિમાં સામેલ છે. આનાથી મોટું દેશ વિરુદ્ધ કોઈ ષડયંત્ર હોઈ શકે નહીં, એમ તેમણે ઉત્તર મહારાષ્ટ્રના જિલ્લાની રેલીમાં જણાવ્યું હતું.
આપણ વાંચો: પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ ખડગેની જીભ લપસી, વિવાદાસ્પદ ટિપ્પણી કરી
મોદીએ કટાક્ષ કરતા કહ્યું કે મહાવિકાસ આઘાડી (એમવીએ) એક એવું વાહન છે કે જેમાં ન તો વ્હીલ છે કે ન તો બ્રેક્સ અને ડ્રાઇવરની સીટ પર બેસવા માટે ત્યાં લડાઈ છે.
ધુળે અને મહારાષ્ટ્ર સાથેના તેમના સંબંધને યાદ કરતાં મોદીએ કહ્યું કે જ્યારે પણ તેમણે રાજ્યના લોકો પાસેથી કંઈક પૂછ્યું છે, ત્યારે તેઓએ કૃપા વરસાવી છે.
‘મેં 2014માં અગાઉની સરકારના 15 વર્ષના કુશાસનનો અંત લાવવા માટે તમારા આશીર્વાદ માંગ્યા હતા. તમે કૃપાપૂર્વક ખાતરી આપી હતી કે ભાજપને અભૂતપૂર્વ સફળતા મળી રહે. આજે હું મહારાષ્ટ્રમાં મારા પ્રચારની શરૂઆત ધુળેથી કરી રહ્યો છું. મહાયુતિના દરેક ઉમેદવાર તમારા આશીર્વાદ માગું છું, એમ તેમણે કહ્યું હતું.
‘હું તમને ખાતરી આપું છું કે છેલ્લા અઢી વર્ષમાં મહારાષ્ટ્રના વિકાસની ગતિને ચાલી રહી છે તેને રોકવા દેવામાં આવશે નહીં, એમ મોદીએ કહ્યું હતું.
આપણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ સરહદના જવાનો સાથે ઉજવી દિવાળી
મોદીએ કહ્યું કે આગામી પાંચ વર્ષમાં મહારાષ્ટ્રની પ્રગતિ અને વિકાસને નવી ઊંચાઈએ લઈ જવામાં આવશે. ‘માત્ર મહાયુતિ જ સુશાસન આપી શકે છે. મહા વિકાસ અઘાડી એક એવું વાહન છે જેમાં પૈડાં નથી, બ્રેક નથી અને ડ્રાઈવરની સીટ પર બેસવા માટે લડાઈ છે. કોઈ પણ વ્યક્તિ વિવિધ પ્રકારના હોર્ન સાંભળી શકે છે, એમ તેમણે કહ્યું હતું.
‘લોકોએ યાદ રાખવું જોઈએ કે મહાયુતિ આહે તર ગતિ આહે… મહારાષ્ટ્ર ચી પ્રગતિ આહે (જો મહાયુતિ છે ગતિ છે, મહારાષ્ટ્રની પ્રગતિ અને વિકાસ સુનિશ્ર્ચિત છે), એમ તેમણે મરાઠી ભાષામાં કહ્યું હતું.
એમવીએનો લોકો અને રાજ્યના વિકાસ માટે કામ કરવાનો કોઈ ઈરાદો નથી અને તેના નેતાઓનું લક્ષ્ય જનતાને લૂંટવાનું છે, એમ તેમણે જણાવ્યું હતું. એમવીએની રચના છેતરપિંડી દ્વારા કરવામાં આવી હતી અને રાજ્યે તેઓ જે કામ કર્યું છે તે જોયું છે. શિવસેનામાં એકનાથ શિંદેના બળવાએ તેને ડૂબાડી દીધી અને જૂન 2022માં બાલ ઠાકરે દ્વારા સ્થાપિત પક્ષને વિભાજિત કર્યો તે પહેલાં એમવીએ બે વર્ષ સત્તામાં હતી.
‘એમવીએએ વિકાસની યોજનાઓ પર અવરોધો મૂક્યા અને લોકોનું જીવન સુધારી શકે એવી દરેક યોજનાને બંધ કરી દીધી હતી. જ્યારે, તમારા આશીર્વાદથી મહાયુતિ સરકારની રચના થઈ ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ અને વિકાસની નવી ઊંચાઈઓ જોવા મળી, એમ તેમણે કહ્યું હતું.
આપણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલાં અમરેલીના રાજકારણમાં કેમ આવ્યો ગરમાવો? જાણો વિગત…
મહારાષ્ટ્રનું ખોવાયેલું ગૌરવ અને વિકાસ પ્રત્યેનો વિશ્ર્વાસ પાછો ફરી રહ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.
ભાજપ, શિવસેના અને એનસીપીની બનેલી મહાયુતિનો ઢંઢેરો વિકાસનો રોડમેપ છે. તે આર્થિક પ્રગતિ, સામાજિક સમાનતા, સુરક્ષાની વાત કરે છે અને સર્વસમાવેશક છે, એમ તેમણે કહ્યું હતું.
‘વિકસિત મહારાષ્ટ્ર માટે મહિલા સશક્તિકરણ મહત્વપૂર્ણ છે. અગાઉની સરકારોએ મહિલાઓને પ્રગતિ કરતા રોકી હતી અને મોદી અને મહાયુતિએ તમામ અવરોધો દૂર કર્યા હતા અને તેમને ઘણી તકો પૂરી પાડી હતી,’ એમ તેમણે કહ્યું હતું.
રાજ્યની ‘લાડકી બહેન’ યોજનાની સમગ્ર દેશમાં ચર્ચા કરવામાં આવી રહી છે, પરંતુ કોંગ્રેસની ઇકોસિસ્ટમ તેની વિરુદ્ધ કામ કરી રહી છે અને તેને કોર્ટમાં પણ લઈ ગઈ છે, એમ તેમણે જણાવ્યું હતું.
‘જો સત્તામાં આવશે, તો એમવીએ આ યોજનાને રદ કરશે. દરેક મહિલાએ એમવીએથી સાવચેત રહેવું જોઈએ,’ એમ તેમણે કહ્યું હતું.
નાશિકમાં તેમણે કહ્યું હતું કે અમારા માટે મરાઠી ઈતિહાસ, સંસ્કૃતિ આસ્થાસ્થાન છે. સાવરકર અમારા માટે પ્રેરણામૂર્તિ છે, પરંતુ કૉંગ્રેસ અને સાથી પક્ષોએ મરાઠીને જે સન્માન મળવું જોઈએ એ ક્યારેય આપ્યું નહોતું. તેઓ સાવરકરનું વારંવાર અપમાન કરે છે.
આપણ વાંચો: નરેન્દ્ર મોદીનું મંદિર બનાવનાર કાર્યકર્તાએ જ છોડી ભાજપ: ઠાલવી વેદના….
એમવીએના એક સિનિયર નેતાએ કૉંગ્રેસના યુવરાજને સાવરકરનું અપમાન કરવાથી દૂર રહેવા જણાવ્યું છે કેમ કે અત્યારે ચૂંટણીઓ છે. જે લોકો સાવરકરને આદર્શ માને છે તે આજે કૉંગ્રેસની સાથે છે, એમ તેમણે શિવસેના (યુબીટી)નો આડકતરો ઉલ્લેખ કરતાં કહ્યું હતું.
કૉંગ્રેસની અત્યંત આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતાં તેમણે કહ્યું હતું કે હવે કૉંગ્રેસ કાખઘોડી પર ચાલી રહી છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર કે પછી ઝારખંડ હોય મોટા ભાગના રાજ્યોમાં કૉંગ્રેસ કાખઘોડી પર અસ્તિત્વ ધરાવે છે. તેઓ અન્ય પાર્ટીના ટેકાથી ચૂંટણીઓ લડી રહ્યા છે.
દાયકાઓથી કૉંગ્રેસ ગરીબી હટાવવાના સૂત્રો આપે છે, પરંતુ આજની તારીખે ગરીબો અનાજ, વસ્ત્રો અને આશ્રય માટે આશ્રિત રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું. જ્યાં કૉંગ્રેસ અને તેેના સાથીઓ છે ત્યાં કૌભાંડો થવાના જ છે, એમ પણ તેમણે કહ્યું હતું.
(એજન્સી)