Football Match: નેધરલેન્ડની રાજધાની એમ્સટર્ડમમાં ઈઝરાયેલના સમર્થકો પર કરવામાં આવેલા હુમલામાં આશરે 12 લોકો ઘાયલ થયા હતા. જેમાંથી 5 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ હુમલો એક ફૂટબોલ મેચ દરમિયાન થયો હતો. યૂરોપ લીગની આ મેચ એઝાક્સ અને મકાબી તેલ એવીવ વચ્ચે હતી. મેચ દરમિયાન શોરબકોર અને મારપીટની ઘટના બની હતી. પોલીસે 62 હુમલાખોરોની ધરપકડ કરી હતી. મોટી માત્રમાં પોલીસ કાફલો હોવા છતાં આ હિંસક ઘટના બની હતી. પોલીસે ઘટના પર પોલીસે ઇઝરાયેલ સમર્થકોને બચાવીને તેમને હોટલ પહોંચાડ્યા હતા. હુમલામાં ઇઝરાયેલના અનેક નાગરિક ઘાયલ થયા હતા.
આ પણ વાંચો : દુનિયાનો એકમાત્ર એવો દેશ કે જ્યાંના લોકો Internet નથી વાપરતા…
ફૂટબોલ સ્ટેડિયમ નજીક પેલેસ્ટાઈનના સમર્થનમાં વિરોધ પ્રદર્શનને મેયરે મંજૂરી આપવાની ના પાડતાં આ હુમલો કરવામાં આવ્યો હતો. મેચ દરમિયાન પેલેસ્ટાઈનના સમર્થકોએ સરઘસ કાઢવાની પણ કોશિશ કરી હતતી પરંતુ પોલીસે તણાવ વધવાની આશંકાને લઈ લોકોને આગળ વધવા દીધા નહોતા.
ઇઝરાયેલ વિરોધી હુમલાની ઇઝરાયેલ અને નેધરલેન્ડ્સના નેતાઓએ નિંદા કરી હતી. ઇઝરાયેલના પ્રધાનમંત્રી કાર્યાલયે પણ હુમલાની નિંદા કરી હતી. ઇઝરાયેલે સમર્થકોને પરત લાવવા બે પ્લેન મોકલ્યા હતા. નેધરલેન્ડના વડાપ્રધાન ડિક શૂફે ઇઝરાયેલ સમર્થકો પર હુમલાને નિંદનીય ગણાવ્યો હતો.
આ પણ વાંચો : અલવિદાઃ દુનિયાની પહેલી મિસ વર્લ્ડનું 95 વર્ષે નિધન
આ મામલે નેધરલેન્ડ સરકારે નિવેદન બહાર પાડીને જણાવ્યું, ઇઝારાયેલના સમર્થકો સામે આ પ્રકારની હિંસા અસ્વીકાર્ય છે. યહુદી વિરોધી આચરણ સાંખી નહીં લેવામાં આવે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.