Sanju Samson Record: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ડર્બનમાં પ્રથમ ટી 20 મેચ રમાઈ રહી છે. મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટી મેચમાં સંજુ સેમસને ધમાકેદાર ઈનિંગ રમી હતી. ફોર્મમાં ચાલી રહેલા સંજુ સેમસને પ્રથમ ટી20 મેચમાં 50 બોલમાં 107 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. જેમાં તેણે 10 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા.
આ પણ વાંચો : ‘ઈંટનો જવાબ…આખા પહાડથી આપીશું’ ઋષભ પંતે ઓસ્ટ્રેલીયા સામે પડકાર ફેંક્યો
તેણે ટી20 ઈન્ટરનેશનલ કરિયરમાં બીજી સદી ફટકારી હતી. તે ભારત માટે ટી20 ઈન્ટરનેશનલ મેચમાં સદી ફટકારનારો પ્રથમ ખેલાડી બન્યો હતો. તેની પહેલાં આવું કારનામું કોઈ ભારતીય ક્રિકેટર કરી શક્યા નથી. સંજુએ આમ કરીને ઈતિહાસ રચ્યો હતો. સંજુ સેમસને આ પહેલાં બાંગ્લાદેશ સામે ટી20 ઈન્ટરનેશનલમાં સદી મારી હતી. દક્ષિણ આફ્રિકા સામે પણ ધમાકેદાર ઈનિંગ રમીને તેણે પસંદગીકર્તાને તે ટી20 ઈન્ટરનેશનલમાં રોહિત શર્માનું સ્થાન લેવા તૈયાર હોવાનો સંદેશો આપ્યો હતો.
આ પણ વાંચો : વિરાટ કોહલીએ કરી મોટી જાહેરાત, અસંખ્ય ચાહકોને મૂકી દીધા ચિંતામાં…
T20 માં સતત બે સદી ફટકારનારા ખેલાડી
ગુસ્તાવ મેકકોન
રીલી રોસોઉ
ફિલ સોલ્ટ
સંજુ સેમસન
એક T20I માં ભારતીય બેટ્સમેને સ્પિનર સામે બનાવેલા સૌથી વધુ રન
65 રન (28 બોલ) અભિષેક શર્મા vs ઝિમ્બાબ્વે, હરારે 2024
64 રન (23 બોલ) સંજુ સેમસન vs બાંગ્લાદેશ, હૈદરાબાદ 2024
58 રન (27 બોલ )સંજુ સેમસન vs દક્ષિણ આફ્રિકા, ડરબન 2024
57 રન (24 બોલ) યુવરાજ સિંહ vs પાકિસ્તાન, અમદાવાદ 2012