પાલઘર: પાલઘર જિલ્લા ગ્રામીણ પોલીસે 2024માં 87 ટકા ગુનાનો ઉકેલ લાવી લીધો છે. હત્યા, લૂંટ, બળાત્કાર જેવા ગુનામાં તેનો ડિટેક્શન દર 100 ટકા રહ્યો છે. પાલઘર જિલ્લા પોલીસ વડામથકે મંગળવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ બાળાસાહેબ પાટીલે આંકડાવારી આપી હતી. વર્ષ 2024માં 2,141 ક્રિમિનલ કેસ નોંધાયા હતા, જેમાંથી 1,870 કેસ અમે સફળતાથી ઉકેલી કાઢ્યા છે, જે ગત વર્ષની તુલનામાં માત્ર એક ટકા ઘટાડો દર્શાવે છે. અમે હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, દંગલ, બળાત્કાર અને ગંભીર ઇજા પહોંચાડવી સહિતના અનેક કેસમાં 100 ટકા ડિટેક્શન દર હાંસલ કર્યો છે.
Also read: લોકોને ન્યાય મળે તો નવા ક્રિમિનલ કાયદા સાર્થક
ચેન-સ્નેચિંગ અને ચોરીની ઘટનામાં ગુનાના ઉકેલનું પ્રમાણ અનુક્રમે 80 ટકા અને 62 ટકા રહ્યું છે. હત્યાના કુલ 35 કેસ અને હત્યાના પ્રયાસના 28 કેસનો અમે સફળતાથી ઉકેલ લાવ્યા છીએ. આર્થિક ગુનાની વાત કરીએ તો વિવિધ છેતરપિંડીના કેસમાં 20.20 કરોડ રૂપિયામાંથી 14.34 કરોડ રૂપિયા પાછા મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે, એમ તેમણે કહ્યું હતું.
જિલ્લામાં ગયા વર્ષે 18 વર્ષથી વધુ વયની પીડિતાઓ પર દુષ્કર્મની 26 ફરિયાદ નોંધાઇ હતી, જ્યારે 18 વર્ષથી ઓછી વયની પીડિતાઓ માટે પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ) એક્ટ હેઠળ 51 કેસ નોંધાયા હતા. પોલીસે આ તમામ કેસ ઉકેલી કાઢ્યા હતા, એમ પાટીલે કહ્યું હતું. સેશન્સ કોર્ટમાં કસૂરવાર ઠરાવવાનો દર નીચો રહ્યો છે. માત્ર 10 ટકા કેસમાં આરોપ સિદ્ધ થયા હતા, એમ તેમણે જણાવ્યું હતું. (PTI)
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને