મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી) દ્વારા હાથ ધરવામાં આવેલ થાણે ખાડી બ્રિજ ૩ પ્રોજેક્ટનો દક્ષિણ તરફનો ભાગ એટલે કે પુણેથી નવી મુંબઈ અને મુંબઈ ૯૦ ટકા પૂર્ણ થઈ ગયો છે. એમએસઆરડીસી ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં બાકીનું કામ પૂર્ણ કરવાની અને આ માર્ગને ચાલુ કરવાની યોજના ધરાવે છે. તેથી, ફેબ્રુઆરીથી પુણે-નવી મુંબઈ, મુંબઈની મુસાફરી વધુ સરળ બને તેવી શક્યતા છે.
હાલમાં મુંબઈથી પુણે અને પૂણેથી મુંબઈ સુધી થાણે ખાડી પર બે પુલ સેવામાં છે. થાણે બ્રિજ ૧ અને ૨ પર વાહનોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. થાણે ખાડી બ્રિજ-૨ પર વાહનોની સંખ્યા વધુ છે તેથી આ બ્રિજ પર ભારણ વધી રહ્યું છે. આ પુલની ગુણવત્તા પણ કથળી છે. તેમજ વાહનો પણ કલાકો ટ્રાફિકમાં ફસાઈ જાય છે. આ ધ્યાનમાં રાખીને, એમએસઆરડીસી એ થાણે ખાડી બ્રિજ 3નું કામ હાથ ધર્યું છે. ૧.૮૩૭ કિમી લાંબા અને થાણે ખાડી બ્રિજ-૨ની સમાંતર ત્રણ લેનના આ બ્રિજનું કામ ૨૦૨૦ માં શરૂ થયું હતું.
આ પણ વાંચો : વર્સોવાથી દહિસર કોસ્ટલ રોડનું કામ ફાસ્ટ ટ્રેક પર
અત્યાર સુધીમાં કામ પૂર્ણ થવાની ધારણા હતી. જોકે, કોરોનાકાળ અને ટેકનિકલ અડચણોના કારણે કામમાં વિલંબ થયો હતો. એમએસઆરડીસી એ છેલ્લા દોઢ વર્ષમાં કામની ઝડપ વધારી છે અને મુંબઈથી પુણે સુધીનો ઉત્તરીય માર્ગ પૂર્ણ કર્યો છે અને ઓક્ટોબરથી આ માર્ગને ટ્રાફિક માટે ખુલ્લો કર્યો છે. જેને કારણે મુંબઈ – નવી મુંબઈ, પુણેની મુસાફરી ઝડપી થઇ ગઈ છે. હવે પુણેથી મુંબઈ તરફનો દક્ષિણ માર્ગ ખૂલવાની મુસાફરો રાહ જોઈ રહ્યા છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને