પ્રથમ ટેસ્ટમાં હાર છતાં કેપ્ટન રોહિત શર્માએ ન્યુઝીલેન્ડને પડકાર ફેંક્યો, કહ્યું અમને ગર્વ છે

8 hours ago 1
Rohit Sharma addressing the media aft  India vs New Zealand 1st Test match Image Source: News 24

બેંગલુરુ: ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચની પ્રથમ મેચમાં ભારત(IND vs NZ)ની કારમી હાર થઇ છે, ભારતને આઠ વિકેટે હરાવીને ન્યુઝીલેન્ડે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આ મેચનો પ્રથમ દિવસ વરસાદના કારણે ધોવાઈ ગયો હતો, બીજા દિવસે ટોસ જીતીને ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા(Rohit Sharma)એ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, આ નિર્ણય સંપૂર્ણ પણે ખોટો સાબિત થયો હતો.

આ પણ વાંચો: બીજી ટેસ્ટ પુણેમાં: કોણ આઉટ અને કોણ ઇન થઈ શકે?

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતની ટીમ માત્ર 46 રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી, સામે ન્યુઝીલેન્ડે 402 રન બનાવ્યા હતાં. ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં વાપસી કરી હતી, પરંતુ ન્યૂઝીલેન્ડ માટે કોઈ મોટો ટાર્ગેટ આપી શકી નહતી. ભારતની બીજી ઇનિંગ 462 રન પર સમેટાઈ ગઈ, જેના કારણે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 107 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેમણે 2 વિકેટના નુકશાન પર ચેઝ કરી લીધો.

હાર બાદ પ્રેસને સંબોધતા કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે અમે બીજી ઇનિંગમાં બેટિંગમાં સારું પ્રદર્શન કર્યું. પ્રથમ દાવમાં બેટિંગ સારી રહી ન હતી. અમને ખબર હતી કે આગળ શું થવાનું છે અને કેટલાક ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા હતા. તમે જયારે 350 રનથી પાછળ હોવ ત્યારે તમે મેચ વિશે વધુ વિચારી શકો નહીં. કેટલીક પાર્ટનરશીપ જોવાનું ખરેખર રોમાંચક હતું. અમે સરળતાથી સસ્તામાં આઉટ થઈ શક્યા હોત, પરંતુ અમને અમે કરેલા પ્રયાસ પર ગર્વ છે. રિષભ કેટલાક બોલ છોડ્યા અને પછી શોટ રમ્યા.

આ પણ વાંચો: IND vs NZ: બેંગલુરુમાં મોટી હાર બાદ ભારતને WTC પોઈન્ટ ટેબલમાં ભારે નુકશાન

કેપ્ટન રોહિતે કહ્યું કે સરફરાઝે પણ ખૂબ જ મેચ્યોરીટી દર્શાવી હતી. અમે જાણતા હતા કે શરૂઆત મુશ્કેલ રહેશે, પરંતુ અમે 46 રનમાં ઓલઆઉટ થવાની આશા નહોતી રાખી. ન્યુઝીલેન્ડે સારી બોલિંગ કરી અને અમે જવાબ આપવામાં નિષ્ફળ ગયા. આવું બનતું રહે છે, અમે આગળ વધીશું. અમે ઈંગ્લેન્ડ સામે એક મેચ હારી અને પછી ચાર મેચ જીતી હતી.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article