ફોકસ પ્લસ : જાતિગણતરી: ભાજપ તડજોડ કરશે?

2 hours ago 1

-અનંત મામતોરા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હિન્દુમાં એકાત્મતા માટે કાર્યરત છે. સંઘન પ્રમુખે તાજેતરમાં સંઘનું કામ કરવનું આ આધારસૂત્ર હોવાનું કહ્યું છે. જાતિગણનાની કૉંગ્રેસની માગણી સમાજમાં ફૂટ પડાવાનો પ્રયાસ છે, એવું નિવેદન તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીએ આપ્યું હતું. (સંદર્ભ રાહુલ ગાંધીએ કરેલી જનગણનાની માગણી)

સંઘના વડાએ એવો ખુલાસો કર્યો છે કે આરએસએસ જાતીય ગણતરી માટે સાનુકૂળ છે. આ સાથે સંઘના વડાએ એમ પણ કહ્યું હતું કે આ ગણતરીનો ઉપયોગ રાજકારણ માટે ન કરે.

હિન્દુઓના સંગઠન ગણાતા સંઘે જાતિગણતરીને ટેકો જાહેર કર્યો છે. સંઘની રાજકીય વિંગ જેવો ભાજપને જાતિગણતરી અ ેહિન્દુઓમાં ફૂટ પાડવાનો કારસો લાગે છે. શું સંઘ અને ભાજપ વચ્ચે વિરોધાભાસ છે? આ કાસ્ટ સેન્સસને લીધે મોદી સરકાર જોકે સંઘે આમાં ભાજપને મદદ કરવા જાતિગણતરીને ટેકો આપ્યો છે. ભાજપ જાણે છે કે કાસ્ટ સેન્સસનો સીધો વિરોધ કરવાનું શું પરિણામ આવી શકે. માટે એ માગણી કરનારાઓને પીજરામાં ઊભા કરે છે.

‘મૌન એટલે સંમતી’ એવું વલણ લેતાં માતૃસંસ્થાની માન્યતાનો આધાર લઈને જાતિગણતરી પર ભાજપ બોલશે અને સામાજિક ન્યાય અને કલ્યાણકારી યોજનાના યોગ્ય અમલ માટે આની હિમાયત કરનારા વિરોધ પક્ષો પર સમાજમાં વિખવાદ ઊભા કરવાનો આક્ષેપ કરશે.

હાલના રાજકારણમાં આ તુલના ગૌણ ભાગ છે આ માગણી કરવી, એને સ્વીકારવી અથવા નકારવાથી આની ચૂંટણીના રાજકારણમાં શુ પરિણામ આવશે એ જ મહત્ત્વનો મુદ્દો છે. જાતિ ગણતરી કરવી, પરંતુ એનો રાજકારણાં ઉપયોગ ન કરવો એવું સંઘનું વલણ વ્યવહારૂ નથી. રાજકારણમાં ધોરણ કરતાં એનો રાજકીય લાભ કેટલો છે એ મહત્ત્વનું હોય છે. અમુક વાર એનાથી રાજકીય નુકસાન ઓછુ થાય એના પર ધ્યાન દેવામાં આવે છે.

સરકારે ખાનગી ક્ષેત્રના અમુક નિષ્ણાતોને સરકારી નોકરીમાં લેટરલના માધ્યમથી એટલે કોઈ જાતની પરીક્ષા વિના નિમણૂક કરી હતી. જોકે સરકારે આમાં યુ-ટર્ન લીધો છે. શાસકીય કામકાજમાં નિષ્ણાતનો સહભાગ અને નિર્ણયપ્રક્રિયા સુધશે એવું કારણ સરકારે લેટરલ એન્ટ્રિ માટે આપ્યું છે. એને મોદી સાહેબનું મહત્ત્વનું પગલું તરીકે ગજાવામાં આવ્યું છે. આ માટે એવો દાવો કરાયો કે વડા પ્રધાન કેટલા જાગૃત છે. સરકાર અનામતને નેસ્તનાબુદ કરે છે એવો આક્ષેપ અને એના રાજકીય પરિણામો ભાજપ માટે અસહ્ય હશે, ભાજપને હવે સંઘની મદદની જરૂર નથી એવા જે, પી. નડ્ડાએ લોકસભાની ચૂંટણી દરમિયાન કરેલા નિવેદને ભાજપને નુકસાન કર્યું છે. ભાજપને ૪૦૦ બેઠક બંધારણ બદલવા માટે જોઈએ છે એવો વિરોધ પક્ષનો પ્રચાર પણ ભાજપને ભારે પડ્યો. લેટરલ એન્ટ્રિનો નિર્ણય સાચો અને દીર્ધકાલીન હેતુ માટે છે. આખા જગતમાં આ સિસ્ટમ ચાલે છે, પરંતુ રાજકીય લાભ-નુકસાનની ગણતરીને લીધે આને ભાજપે તથા કૉંગ્રેસે હાંસિયામાં મૂકી દીધી છે.

આપણી છાપ અનામતવિરોધી ન થાય એ માટે સરકારને તડજોડ કરવી પડી છે. જાતિગણતરી એ ભાજપની નવી ભૂમિકા હોઈ શકે એવો સંકેત સંઘે આપી દીધો છે.

શ કુમાર અને લાલૂપ્રસાદની આરજેડીએ આવી ગણતરી કરાવી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધીએ જાતિગણતરીનો મુદ્દો સંસદમાં અને બહાર ગજાવ્યો. જાતિ ગણતરીની માગણી નવી નથી. મંડલ આયોગની ભલામણો અમલમાં આવતાં પહેલી જનગણના ૨૦૦૧માં થઈ. એ વખતે સામાજિક ન્યાય ખાતાએ આવી જાતિ ગણતરી થવી જોઈએ એવો વિચાર મૂક્યો હતો. આ મુદ્દો ૨૦૧૧માં વસતી ગણતરી વખતે ફરી ગાજ્યો. એ વખતે મનમોહન સિંહના નેતૃત્વ હેઠળની કૉંગ્રેસની ગઠબંધનની સરકાર હતી. સંસદમાં બે દિવસ ચર્ચા . નહીં. ભાજપની અત્યાર સુધીની રણનીતિ જાતિગણતરી નકારવાની નહીં, પરંતુ કરવાની પણ નહીં એવી ઠે. જે આવી માગણી કરે એના પર આક્ષેપો કરવા એ અત્યાર સુધીની ભાજપની રણનીતિ રહી છે. ૨૦૨૧માં કોરોનાને લીધે જાતિગણતરી થઈ નહીં, સરકારે ત્યાર બાદ પણ ઉત્સાહ નહીં. હવે તે થઈ રહી છે. ગણતરીમાં જાતિની નોંધણી કરવી કે નહીં એ સરકાર સમક્ષનો સવાલ છે. રાહુલ ગાંધીએ અમે જાતિગણતરીની ફરજ પાડીશું એવો પડકાર ફેંક્યો છે. જો સરકાર આ માન્ય રાખે તો આનું શ્રેય વિરોધ પક્ષો લઈ જશે. જો માન્ય નહીં કરવામાં આવે તો રાજકીય નુકાસન થઈ શકે.

જાતીય ગણનાની માગણીને લીધે અનામત ધોરણ પર દબાણ આવ્યુ છે. અનુસૂચિત જાતિ અને જનજાાતી માટે આરક્ષણ બંધારણમાં છે. મંડલ પંચને લીધે પછાતોને અનામતનો લાભ મળ્યો છે. આને લીધે વોટબૅન્ક ઊભી થઈ છે અને કર્યું. ૨૦૧૪ પછી જાતિગત રાજકારણ રમતા સ્થાનિક પક્ષો સામે પડકાર ઊભો થયો. મતનું વિભાજન જાતિ કે ધર્મ આધારિત એ મુદ્દો છે. જાતિ અને ધર્મ રાજકારણને પ્રભાવિત કરે છે એની નોંધ બધા પક્ષોએ લીધી. લોકો કહે એ જાતિ નોંધવી શક્ય છે. એના પર આગળ કામ પછી થઈ શકે. આનાથી જાતિપ્રથા ફરી મજબૂત થશે. સામજિક ન્યાય માટ બધાએ અનામતને માન્ય રાખ્યું છે. જાતિગણતરી પછી એ સ્પષ્ટ થઈ શખે કે આરક્ષણ મેળવનાર લોકોની સંખ્યા કેટલી છે. આરક્ષણ ન મેળવી રહેલા ઓપન કેટેગરીવાળા લોકો કેટલા છે. આ આંકડાને આધારે કોને કેટલું આરક્ષણ આપવું જોઈએ એ નક્કી થઈ શકે.

બિહારમાં જાતિગણતરી થઈ ત્યારે પછાત, અતપિછાત અને ઓબીસીની જાતિની સખ્યા જે ધારવામાં આવતી હતી એનાથી પણ વધારે નીકળી. આ આધારે બિહાર સરકારે અનામત ૬૫ ટકા કરવાનો નિર્ણય લીધો, પરંતુ સુપ્રીમ કોર્ટે એ નિર્ણયને રદ કર્યો. સુપ્રીમ કોર્ટે અનામતની ટકાવારી ૫૦થી વધારે ન હોઈ શકે એવા પોતાના ચુકાદાનેવે વળગી રહી. સર્વોચ્ચ અદાલત ૫૦ જાતિ ગણતરીને એમાં મળનારી માહિતી પ્રમાણે સંસાધનોની વહેંચણી આ મહત્ત્વનો મુદ્દો છે. ભાજપે પોતાની રણનીતિમાં વિચાર કરવો પડશે. રાજકીય લાભ મેળવવા કૉંગ્રેસ આ મુદ્દો ઉછાળી રહી છે, પરંતુ એનો વધારે લાભ તો સ્થાનિક પક્ષોને મળશે. આના પરિણામે કૉંગ્રેસની ફરી રાજકીય તાકાત બનવાની ઈચ્છા મનની મનમાં રહી શકે. જો કેન્દ્ર સરકાર જાતિ ગણતરીની વાત માની જશે તો આને વિરોધીના દબાણનું પરિણામ ગણવામાં આવશે. મોદીની ત્રીજા મુદતની સરકારની આ વધુ એક તડજોડ હશે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article