ફોકસ: લિંગ પરીક્ષણ પરનો પ્રતિબંધ દૂર કરવો ઘાતક સાબિત થશે

2 hours ago 1

-નૌશાબા પરવીન

સંભલ (ઉત્તર પ્રદેશ) ના મન્નીખેડા ગામમાં કેટલાંક બાળકો સરસવના ખેતર પાસે કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમણે કોઈના રડવાનો અવાજ સાંભળ્યો. દૂર દૂર સુધી કોઈ રડતું દેખાતું ન હતું. જ્યારે બાળકોએ ધ્યાનથી સાંભળ્યું ત્યારે તેમને સમજાયું કે રડવાનો અવાજ તો જમીનની અંદરથી આવી રહ્યો છે. તેઓ ડરી ગયા અને તેમના વડીલોને બોલાવ્યા. જ્યાંથી રડવાનો અવાજ આવતો હતો તે જગ્યા ખોદવામાં આવી ત્યારે અંદર એક નવજાત બાળકી જીવતી દાટી હતી, જેની નાળ પણ કપાઈ ન હતી. પૂર્વધારણા એવી છે કે બાળકીના જન્મ પછી તરત જ તેની માતાએ તેને જીવતી દફનાવી હતી. ગ્રામીણોએ બાળકીને ‘કબર’માંથી બહાર કાઢીને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે અને તે હવે ઠીક છે.


Also read: વિશ્વમાં વધી રહી છે ફુલોની ખેતી ભારત કંઈ રીતે ઉઠાવશે ફાયદો?


આ ઘટના ૩જી નવેમ્બર ૨૦૨૪ની છે. શક્ય છે કે આ બાળકને જન્મ આપનારી માતા અપરિણીત હોય અને બદનામીથી બચવા માટે આવું કર્યું હોય. એવું પણ શક્ય છે કે પરિણીત યુગલ તેમની દીકરીથી છુટકારો મેળવવા માગતા હોય. હાલ પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે, તપાસમાં સાચું સત્ય બહાર આવશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આજે પણ સમાજનો એક મોટો વર્ગ દીકરી નહીં પણ દીકરો ઇચ્છે છે, પછી ભલે સેક્સ રેશિયો ગમે તેટલો અસંતુલિત બને. આવી સ્થિતિમાં, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઇએમએ) ના પ્રમુખ ડો. આર.વી. અશોકનની માંગ વાહિયાત અને બિનજરૂરી લાગે છે કે પીસી-પીએનડીટી એક્ટ પાછો ખેંચવામાં આવે, જેના હેઠળ ગર્ભના લિંગ પરીક્ષણ પર પ્રતિબંધ છે જેથી કરીને ગર્ભમાં બાળકીઓને હત્યાથી બચાવી શકાય. તે કહે છે, ‘હાલના પ્રતિબંધથી ભારતના સેક્સ રેશિયોમાં અર્થપૂર્ણ સુધારો થયો નથી… ત્રીસ વર્ષ પછી પણ આ કાયદાએ શું હાંસલ કર્યું છે? શું આનાથી સેક્સ રેશિયો બદલાયો છે? કાનૂની પ્રતિબંધો અયોગ્ય રીતે અલ્ટ્રાસાઉન્ડ મશીનો અને તબીબી વ્યાવસાયિકોને લક્ષ્ય બનાવે છે. આઇએમએ લિંગ પરીક્ષણ અને બાળ સુરક્ષાની તરફેણમાં છે.’

ભારતમાં ગુમ થયેલી છોકરીઓ ૨૦૦૧ની વસ્તી ગણતરી પછી વૈશ્ર્વિક હેડલાઇન્સ બનાવવાનું શરૂ થઈ, જ્યારે માલૂમ પડ્યુ કે, પંજાબમાં સેક્સ રેશિયો જે ૧૯૯૧ માં ૧૦૦૦ છોકરાઓ દીઠ ૮૭૫ છોકરીઓ હતો, તે ઘટીને ૧,૦૦૦ છોકરાઓ દીઠ ૭૯૮ છોકરીઓ થઈ ગયો. ધ લેન્સેટ દ્વારા ૨૦૨૧ના અભ્યાસમાં અંદાજ છે કે ૧૯૮૭-૨૦૧૬ના સમયગાળામાં ૧૩૫ લાખ ભારતીય છોકરીઓને જન્મ પહેલાં જ મારી નાખવામાં આવી હતી. અમેરિકા, ઈંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ વગેરેમાં ભારતીય વસાહતીઓ પણ છોકરાઓના જન્મને પ્રાથમિકતા આપતા હતા.

નોંધનીય છે કે ભારતમાં લિંગ પરીક્ષણની પ્રક્રિયા ગ્લોબલ પોપ્યુલેશન લોબીઝ દ્વારા ૧૯૭૦માં ભારતના ‘વસ્તી વિસ્ફોટ’ને ઘટાડવા માટે શરૂ કરવામાં આવી હતી. તેની શરૂઆત એમ્સ દિલ્હી ખાતે આનુવંશિક પરીક્ષણ એમિનોસેન્ટેસિસથી થઈ હતી. પછી ૧૯૭૯ સુધીમાં, એવું બન્યું કે પંજાબ, હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવાં રાજ્યોમાં, ખાનગી લેબોએ સ્ત્રી ભ્રૂણનો નાશ કરવા માટે લિંગ પરીક્ષણો કરવાનું શરૂ કર્યું. ભારતીય નારીવાદીઓને ૧૯૮૦ની શરૂઆતમાં જ સમજાઈ ગયું હતું કે લિંગ પરીક્ષણ એ સ્ત્રીઓ સામેની હિંસા છે.

જાહેર અભિયાને મહારાષ્ટ્રમાં શરદ પવાર સરકારને આનુવંશિક પરીક્ષણોના દુરુપયોગ સામે કાયદો લાવવાની ફરજ પાડી. મહારાષ્ટ્ર ૧૯૮૭માં આ કાયદો આવ્યો અને આવું કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું. જ્યારે ભારત સરકાર ૧૯૯૧માં પીએનડીટી બિલ લાવ્યું ત્યારે આઇએમએના વિરોધને કારણે તેને સંયુક્ત તદર્થ કમિટીમાં મોકલવું પડ્યું અને અંતે તે અલ્ટ્રાસાઉન્ડની સાથે સપ્ટેમ્બર ૧૯૯૪માં કાયદો બન્યો, જેનો પહેલા બિલમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. આ કાયદાના નિયમો ૧૯૯૩માં બનાવવામાં આવ્યા હતા.


Also read: નવા વરસે ફાઈનાન્સિયલ સેકટરમાં ઝડપી વિકાસની આશા… 


આ પછી પણ, આ કાયદો કાગળ પર જ રહ્યો, જ્યાં સુધી ૨૦૦૦માં સુપ્રીમ કોર્ટે પીઆઈએલ પર હસ્તક્ષેપ કર્યો ન હતો. આ ઇતિહાસને યાદ રાખવાની જરૂર છે કારણ કે આઇએમએ ફરી એકવાર લિંગ પરીક્ષણના તબીબી ગુનાને ‘સામાજિક દુષ્ટતા’ માં બદલવાનો પ્રયાસ કરી રહી છે. સાથે જ તે ભેદભાવનો બોજ મેડિકલ પ્રોફેશનને બદલે ગર્ભવતી મહિલા પર નાખવા માંગે છે. સગર્ભા સ્ત્રીઓ પર આ દબાણ તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો દેશ ૮૦,૦૦૦ ક્લિનિક પર નજર રાખી શકતો નથી, તો તે દર વર્ષે ૨૭૦ લાખ ગર્ભધારણની સંભાળ કેવી રીતે કરશે?

અશોકનનું નિવેદન (અથવા પ્રયાસ) એવું જ એક માસ્ક છે જેને દૂર કરવાની જરૂર છે. તે લિંગ પરીક્ષણ પરનો પ્રતિબંધ હટાવવા માગે છે કારણ કે, તેમના મતે, તે ભયંકરરૂપે અસફળ રહ્યું છે. શું કોઈ વ્યક્તિ હત્યાને કાયદાકીય માન્યતા આપી શકે કારણ કે સદીઓથી મૃત્યુદંડ જેવી આકરી સજા થવા છતાં હત્યાઓ અટકી નથી? સ્ત્રી ભ્રૂણ કરતાં પુરુષ ભ્રૂણને પ્રાધાન્ય આપવું એ એક સંકેત છે કે સ્ત્રીના જીવનનું કોઈ મૂલ્ય નથી અને સમાજ તેને અપમાન અને કલંક માને છે.

જો આ દુષ્ટ પ્રથાને બદલવાની સમગ્ર જવાબદારી સમાજ પર છોડી દેવામાં આવશે તો દેશની સ્થિતિ ખરાબથી વધુ ખરાબ થઈ જશે. લિંગ પરીક્ષણ પર સખત પ્રતિબંધ મૂકવો એ ન્યાયી છે, તાર્કિક પણ છે અને ઉત્પાદક માર્ગ પણ છે. ભારતમાં જન્મ સમયે સેક્સ રેશિયો હજુ પણ ૯૩૩-૧૦૦૦ છે, જે કાયદાના અમલીકરણમાં શિથિલતાનો સ્પષ્ટ સંકેત છે. આગળ જતાં બેદરકારીનો અવકાશ નથી.


Also read: ‘ખ્યાતિ’ની જીવલેણ કુખ્યાતિ…એક હોસ્પિટલની કૌંભાંડ- કથા


અશોકન દરેક ક્લિનિક પર દેખરેખ રાખવાની, દરેક અજાત બાળકને ટેગ કરવા અને કંઈક ‘અનિચ્છનીય’ બને તો લોકોને જવાબદાર રાખવાની વાત કરે છે. દરેક મહિલાની જાસૂસી કરવા અને તેને સજાની ધમકી આપવાનું આ એક વાહિયાત સૂચન છે. ટૂંકમાં, જો અશોકનની વાત તાર્કિક હોત તો તેના પર થોડું ધ્યાન આપી શકાયું હોત. હવે તેમને અવગણવામાં જ શાણપણ છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article