મહિલા મતદારોને વચનો આપવામાં ઉદાર રાજકીય પક્ષો ઉમેદવારી આપવામાં કંજૂસઃ આ રહ્યો પુરાવો

1 hour ago 1

મુંબઇઃ મહાયુતી અને મહાવિકાસ આઘાડીએ પોતાના વચનનામામાં મહિલાઓને ખોબલે ખોબલે વચનો આપ્યા છે અને મહિલાશક્તિના ગૂણગાન ગાયા કરે છે, પરંતુ પોતાના પક્ષની મહિલા નેતાઓને મહત્વ આપવામાં પાછા પડ્યા છે. જેટલી મહિલાઓને પ્રતિનિધિત્વ મળ્યું છે તે પણ મહદઅંશે પરિવારવાદને આભારી છે. મહારાષ્ટ્ર જેવા પ્રગતિશીલ રાજ્યમાં પણ આવી જ સ્થિતિ છે.


Also read: ફડણવીસ અને ભાજપના નેતાઓ વોટ જેહાદનો મુદ્દો બનાવીને ચૂંટણીને ધાર્મિક રંગ આપે છે: શરદ પવાર…


મહારાષ્ટ્ર વિધાનસભાના 67 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધીમાં કુલ 461 મહિલાઓ ગૃહમાં ચૂંટાઇને આવી છે અને તેમણે લોકોનું પ્રતિનિધિત્વ કર્યું છે. છે. આ વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં 363 મહિલા ઉમેદવાર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. મહારાષ્ટ્ર વિધાન સભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે. 20 નવેમ્બરે રાજ્યમાં વિધાન સભાની ચૂંટણી માટે એક જ તબક્કામાં મતદાન થશે અને 23 નવેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થશે. આ વખતે ચૂંટણીમાં કુલ 4,136 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

મહારાષ્ટ્રની ચૂંટણીઓમાં મહિલા મતદારોની ભાગીદારી વધી રહી છે. 2011 ની વસ્તી ગણતરી મુજબ, મહારાષ્ટ્રમાં દર હજાર પુરૂષોએ 929 મહિલા મતદાતા હતી. જોકે, વર્ષ 2019માં મતદાર યાદીમાં આ સંખ્યા ઘટીને 925 થઈ ગઈ હતી. આ પછી મહિલા મતદાર નોંધણી માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેને કારણે 2024માં મહિલા મતદાતાની સંખ્યા વધીને 936 થઈ ગઈ હતી. આ ચૂંટણીમાં રાજ્યમાં મહિલા મતદારોની સંખ્યા 4,69,96,279 છે જ્યારે પુરૂષ મતદારોની સંખ્યા 5,00,22,739 છે. કેટલાક જિલ્લાઓમાં સ્ત્રી મતદારોની સંખ્યા પુરૂષ મતદારો કરતાં વધુ છે.

પ્રથમ વિધાનસભાથી મહિલા વિધાન સભ્યોના પ્રમાણમાં સતત વધઘટ થતી રહી છે. પ્રથમ વિધાનસભામાં સૌથી વધુ સંખ્યામાં મહિલા વિધાન સભ્યો ચૂંટાયા છે, જ્યારે પછીના વર્ષોમાં આ સંખ્યા 30થી નીચે રહી છે. મહારાષ્ટ્રની પ્રથમ વિધાનસભા (1957-1962)માં સૌથી વધુ 30 મહિલા વિધાન સભ્ય હતા. ત્યારપછી 1972-78 દરમિયાન ચોથી વિધાનસભામાં 28 મહિલા વિધાન સભ્ય હતા. 2019-24ની ચૌદમી વિધાનસભામાં 27 મહિલા વિધાન સભ્યએ ભાગ લીધો હતો. જો કે, 1990-95 દરમિયાન આઠમી વિધાનસભામાં માત્ર 6 મહિલા વિધાન સભ્ય ચૂંટાયા હતા, જે સૌથી ઓછી સંખ્યા છે.


Also read: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુંબઈમાં કર્યો ચૂંટણી પ્રચાર; ચાર જનસભા સંબોધી…


જો કે, આ વર્ષની ચૂંટણીમાં મહિલા ઉમેદવારોની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ વિધાનસભામાં તેમનું પ્રતિનિધિત્વ કેટલું વધશે તે 23 નવેમ્બરે ચૂંટણીના પરિણામો બાદ સ્પષ્ટ થશે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article