યજમાન પાકિસ્તાને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેના ત્રણ સ્ટેડિયમ નું પુનઃ નિર્માણ કર્યું છે. તેણે આ સ્ટેડિયમ બનાવવા માટે પણ ઘણો સમય લીધો છે, પરંતુ એમ લાગે છે કે તેણે આ સ્ટેડિયમનું નિર્માણ યોગ્ય રીતે કર્યું નથી,કારણ કે આ સ્ટેડિયમ પર રમાયેલી પહેલી જ મેચમાં ફ્લડ લાઇટના પ્રોબ્લેમને કારણે ન્યુઝીલેન્ડની ટીમનો સ્ટાર ખેલાડી ઘાયલ થયો હતો.
શનિવારે પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શરૂ થયેલી ત્રિકોણીય શ્રેણી દરમિયાન લાહોરનું ગદ્દાફી સ્ટેડિયમનું પરીક્ષણ થયું હતું અને આ પહેલી જ મેચમાં ન્યૂઝીલેન્ડના ખેલાડી સાથે મોટો અકસ્માત થયો હતો. ન્યુઝીલેન્ડના સ્ટાર ખેલાડી રચીન રવિન્દ્રને ફીલ્ડિંગ કરતી વખતે ચહેરા પર બોલ વાગ્યો હતો જેના કારણે તેના કપાળેથી લોહી વહેવા લાગ્યું હતું. તેની ઈજાઓએ હવે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા કિવી ટીમની મુશ્કેલીઓ વધારી દીધી છે. એમ જાણવા મળી રહ્યું છે કે ફલડ લાઈટને કારણે તે બોલને યોગ્ય રીતે જોઈ શક્યો કે નક્કી કરી શક્યો નહીં જેને કારણે બોલ તેના હાથમાંથી સરકી ગયો અને તેના ચહેરા પર લાગ્યો હતો.
આ ઘટના પાકિસ્તાનની ઇનીંગની 38મી ઓવરમાં બની હતી જ્યારે બોલ ડીપ સ્કવેર લેગ તરફ રચીન રવિન્દ્ર પાસે ગયો ત્યારે તેણે કેચ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બોલને પકડી નહીં શક્યો અને બોલ તેના મોઢા પર વાગતા તે ઘાયલ થયો હતો. થોડા સમય માટે તે બેભાન પણ થઈ ગયો હતો. તેને મેદાન પર જ સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ તાત્કાલિક મેદાની બહાર લઈ જવામાં આવ્યો હતો. તેને કપાળમાં ઈજા થઈ છે અને તેની સારવાર કરવામાં આવી રહી છે.
આ અકસ્માત ફ્લડ લાઈટના કારણે થયો હતો. ફ્લડ લાઈટ જમીન ખૂબ જ નીચે મૂકવામાં આવી હોવાથી રચીન બોલને જોઈ શક્યો નહોતો, જેને કારણે બોલ વાગતા તેને કપાળ પર ઈજા થઈ હતી. આ ઘટના બાદ પાકિસ્તાનના નવા સ્ટેડિયમની ઘણી ટીકા થઈ રહી છે.
દરમિયાન મેચની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડની ટીમે પાકિસ્તાનની ટીમ સામેની આ ત્રિકોણીય જંગની પહેલી મેચ 78 રનથી જીતી લીધી હતી. કિવી ટીમના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને