A protestation  demanding 50% preservation  for Marathi radical   successful  caller   constructed buildings successful  Mumbai

મુંબઈઃ એક સ્થાનિક કોર્ટે તાજેતરમાં લોઅર પરેલમાં સહકારી હાઉસિંગ સોસાયટીને તેના સભ્યો પાસેથી તેમના સંબંધિત ઘરના સ્કેવર ફૂટને આધારે મેઈન્ટેનન્સ વસૂલવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને કહ્યું હતું કે તે બોમ્બે હાઈ કોર્ટના આદેશનું ઉલ્લંઘન છે અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા 2000માં બહાર પાડવામાં આવેલા વૈધાનિક આદેશનું ઉલ્લંઘન કરે છે.

વકીલ આભા સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી બાદ કો-ઓપરેટિવ કોર્ટે ટ્રેડર વર્લ્ડ પ્રિમાઈસીસ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીને આદેશ આપ્યો હતો.

અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ સોસાયટી એક્ટ હેઠળ રાજ્ય સરકારના 2000માં બહાર પાડવામાં આવેલા વૈધાનિક આદેશ અનુસાર હાઉસિંગ સોસાયટીઓ પ્રતિ સ્કેવર ફૂટના આધારે નહીં, પણ પ્રતિ યુનિટ/ફ્લેટના ધોરણે જાળવણી ફી વસૂલવા બંધાયેલી છે.

આ કેસ સોસાયટી દ્વારા 2023માં સિંહને તેમની ઓફિસના વિસ્તાર માટે પ્રતિ ચોરસ ફૂટના ધોરણે 10,77,440ના મેઈન્ટેનન્સ ચાર્જ સાથે સંબંધિત છે. દરેક મહિનાના બિલમાં પણ અલગ અલગ રકમ હતી.

સિંહે ફેબ્રુઆરી, 2023માં સોસાયટીને ઈ-મેઈલ કરીને બિલમાં સુધારો કરવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે તે પ્રતિ ચોરસ ફૂટના ધોરણે ચાર્જ ચૂકવવા માટે જવાબદાર નથી. જોકે સોસાયટીએ તેને સાત દિવસમાં બાકીની રકમ ક્લિયર કરવાનો નિર્દેશ કર્યો હતો, એ સમયે સિંહે આ મામલાને કોર્ટમાં લઇ જવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો : ટોરેસ કૌભાંડમાં ઈડીના મુંબઈ અને જયપુરમાં દરોડા

સિંહે એવી દલીલ કરી હતી કે સોસાયટીની બિલિંગ પ્રેક્ટિસ બોમ્બે હાઈ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરે છે જેમાં જણાવ્યું હતું કે સોસાયટી દ્વારા ફ્લેટના કદ પ્રમાણે જાળવણીનો ચાર્જ લેવાનો કોઇ તર્કસંગત આધાર નથી.

તેણે એ બાબતને પણ હાઈલાઈટ કરી હતી કે તે બાકીના સભ્યોની જેમ સમાન સુવિધાઓનો ઉપયોગ કરી રહી છે. આથી પ્રતિ સ્કેવર ફૂટના આધારે ચાર્જ ચૂકવવા માટે તે જવાબદાર નથી. સમાજની આવી ભેદભાવપૂર્ણ પ્રથાની ટીકા કરીને તેણે સમાન રીતે ચાર્જ કરવા પર ભાર મૂક્યો હતો.

દસ્તાવેજોને તપાસ્યા પછી ન્યાયાધીશ એસ.કે. દેવકરની અધ્યક્ષતાવાળી કો-ઓપરેટિવ કોર્ટની બેંચે નોંધ્યું હતું કે સિંહ દ્વારા રજૂ કરાયેલા 13 જાળવણી બિલમાં કોઇ પણ કારણનો ઉલ્લેખ કર્યા વિના દર મહિને અલગ અલગ રકમ હતી.

તેમાં જણાવાયું હતું કે પ્રતિ ચોરસ ફૂટના ધોરણે મેઈન્ટેનન્સ ચાર્જ વસૂલતી સોસાયટી ગેરકાયદે છે. સોસાયટી યુનિટ/ફ્લેટદીઠ બિલ આપી શકે છે અને ભેગો પણ કરી શકે છે, એવો ચુકાદો કોર્ટે આપ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને