લાતુર: બર્ડ ફ્લૂના કારણે લગભગ ૬૦ કાગડાઓ મૃત્યુ પામ્યાના એક દિવસ બાદ લાતુરના એક પોલ્ટ્રી ફાર્મમાં લગભગ ૪,૨૦૦ મરઘીના બચ્ચાઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, અહેમદપુર તહસીલના ધલેગાંવ ગામમાં પાંચથી છ દિવસના પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા અને તેમના મૃતદેહના નમૂનાઓ પુણેના ઔંધમાં રાજ્ય પશુ રોગ નિદાન પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે મરઘીના બચ્ચા બેથી ત્રણ દિવસમાં મૃત્યુ પામ્યા હતા. પોલ્ટ્રી ફાર્મના માલિકે આ અંગે અધિકારીઓને તાત્કાલિક જાણ કરી ન હતી, જેના કારણે ચેપ ફેલાયો અને તેણે ખરીદેલા ૪,૫૦૦ બચ્ચાઓમાંથી ૪,૨૦૦ મૃત્યુ પામ્યા.
આપણ વાંચો: માણસમાં બ્લડ ફ્લુના કેસની WHOએ કરી પૃષ્ટિ, પશ્ચિમ બંગાળનો બાળક સંક્રમિત
અહેમદપુર વેટરનરી હોસ્પિટલના ડેપ્યુટી કમિશનર ડૉ. શિવાજી ક્ષીરસાગરે માલિકોને અપીલ કરી છે કે તેઓ તેમના પોલ્ટ્રી ફાર્મની નોંધણી કરાવે અને આવી ઘટનાઓના કિસ્સામાં સ્થાનિક અધિકારીઓને જાણ કરે.
આ મહિનાની શરૂઆતમાં, જિલ્લાના ઉદગીર શહેરમાં લગભગ ૬૦ કાગડા મૃત હાલતમાં મળી આવ્યા હતા. પુણે સ્થિત પ્રાદેશિક રોગ નિદાન પ્રયોગશાળા અને આઇસીએઆર – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાઇ સિક્યોરિટી એનિમલ ડિસીઝ, ભોપાલ દ્વારા કરવામાં આવેલા પરીક્ષણોએ પુષ્ટિ કરી કે કાગડાઓ બર્ડ ફ્લૂના કારણે મૃત્યું પામ્યા હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને