Users Complain

નવી દિલ્હી: આજે દુનિયાભરના યુઝર્સને OpenAIના લોકપ્રિય ચેટબોટ ChatGPTને ઍક્સેસ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. યુઝર્સ કનેક્ટ કરવાનો પ્રયાસ કરતી વખતે ઇન્ટરનલ સર્વર એરર અને “બેડ ગેટવે” જેવા મેસેજ જોવા મળ્યા હતા. આ આઉટેજને કારણે OpenAI ની API અને અન્ય સેવાઓ પણ ખોરવાઈ ગઈ, જેની અસરો સમગ્ર વિશ્વમાં જોવા મળી છે.

OpenAIએ પણ આઉટેજની પૃષ્ટી કરી છે. અને ટેકનિકલ ખામીને ઉકેલવા માટે સક્રિયપણે કામ કરી રહ્યું હોવાનું જણાવ્યું છે. કંપનીનું સ્ટેટસ પેજ, જે તેની સેવાઓ વિશે રીઅલ-ટાઇમ માહિતી પ્રદાન કરે છે તેણે જ જણાવ્યું હતું કે ChatGPT અને તેના API “ડિગ્રેડેડ પર્ફોર્મન્સ” અનુભવી રહ્યા છે.

Also read: ChatGPT વેબ વર્ઝન ડાઉનઃ યૂઝર્સે કરી ફરિયાદ

ઇન્ટરનેટ આઉટેજ વોચડોગ અનુસાર, કુલ આઉટેજમાંથી 89 ટકા ChatGPT સંબંધિત હતા, જ્યારે તેમાંથી 10 ટકા વેબસાઇટ પર હતા. એક ટકા જેટલો જ આઉટેજ OpenAIના API સંબંધિત હતો. કેટલાક યુઝર્સને chatgpt.com અને chat.com જેવી વેબસાઇટ્સ ઍક્સેસ કરતી વખતે મુશ્કેલી પડી હતી, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે વેબસાઇટ ખૂલ્યા બાદ ChatGPT પ્રશ્નોના જવાબ નહોતું આપી રહ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને