ફોકસ પ્લસ -નિધિ ભટ્ટ
આજે દરેક બાજુએ સૈફ અલી ખાનને ઘાયલ સ્થિતિમાં હૉસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવર ભજન સિંહ રાણાની ચર્ચા ચાલી રહી છે. તે રાતે અઢી વાગે સૈફને લીલાવતી હૉસ્પિટલ લઈ ગયો હતો અને એને સમયસર સારવાર મળી શકી હતી. જોકે સૈફ હવે ઘરે આવી ગયો છે. સૈફેે ડ્રાવઈરને પચાસ હજાર રૂપિયા ઈનામ તરીકે આપ્યા છે. જોકે લોકો સૈફને સલાહ આપી રહ્યા છે કે તેણે તારો જીવ બચાવ્યો છે તો તારે તેને અગિયાર લાખ રૂપિયા આપવા જોઈએ. એવામાં સિંગર મિકા સિંહે પણ જાહેરાત કરી છે કે તે એ ડ્રાઈવરને એક લાખ રૂપિયા આપશે. સાથે જ મિકાએ ડ્રાયવરની પણ ખૂબ પ્રશંસા કરી છે. મિકાનું કહેવું છે કે ‘ડ્રાઈવરે જે હિમ્મત દેખાડી છે એ પ્રશંસનીય છે. જેની પાસે એ ડ્રાઈવરનો કોન્ટેક્ટ નંબર હોય તો મને આપો. હું તેની બહાદુરી માટે તેને એક લાખ રૂપિયા આપવા માગું છું.’
ગયા અઠવાડિયે સૈફના ઘરમાં ચોરે ઘૂસીને તેના પર હુમલો કર્યો હતો. એમાં સૈફને ખૂબ ગંભીર ઈજાઓ થઈ હતી. એ વખતે ઘરમાં અન્ય કોઈ ડ્રાઈવર પણ હાજર નહોતો. એથી ઘરમાં હાજર મેડે રસ્તા પર જઈને રિક્ષા ઊભી રાખી હતી. એ રિક્ષા ડ્રાઈવરને તો એ પણ જાણ નહોતી કે તેની રિક્ષામાં હાજર એક ફેમસ ઍક્ટર છે. લીલાવતી હૉસ્પિટલ પહોંચ્યા પછી ભજન સિંહ રાણાને જાણ થઈ કે આ તો દેશનોસૌથી જાણીતો ઍક્ટર છે. તેણે તો રિક્ષાનું ભાડું પણ નહોતું લીધું. આજે સોશિયલ મીડિયામાં ભજન સિંહ રાણા છવાઈ ગયો છે. સૈફના મમ્મી શર્મિલા ટાગોરે પણ તેની સાથે મુલાકાત કરી આભાર માન્યો અને આશીર્વાદ આપ્યા છે. સાથે જ ભવિષ્યમાં મદદની જરૂર પડશે તો સૈફ અને તેનો પરિવાર હંમેશાં ડ્રાઈવરની પડખે ઊભા રહેશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને