ISKON monk Chinmaya Prabhu arrested successful  Bangladesh

ઢાકા: જ્યારથી બાંગ્લાદેશમાં સત્તા પલટો થયો છે ત્યારથી હિંદુઓ વિરુદ્ધ સતત હિંસાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચારો સામે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા સાધુ ચિન્મય પ્રભુની આજે ઢાકામાં ધરપકડ કરવામાં આવી છે. તેમની ઢાકા એરપોર્ટ પરથી અટકાયત કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે.

ઢાકા એરપોર્ટથી ધરપકડ

ચિન્મય કૃષ્ણન દાસ કે જે ચિન્મય પ્રભુથી ઓળખાય છે, તેઓ ચટગાંવ ઇસ્કોન પુંડરિક ધામના પ્રમુખ પણ છે. બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર સામે તેઓ હંમેશા અવાજ ઉઠાવતા રહ્યા છે.

આપણ વાંચો: ભારત પાસેથી શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરશે બાંગ્લાદેશ, મોહમ્મદ યુનુસની જાહેરાત

મીડિયા અહેવાલો અનુસાર, ઈસ્કોન મંદિર દ્વારા કહેવામાં આવ્યું છે કે ઢાકા પોલીસની ડિટેક્ટિવ બ્રાન્ચ દ્વારા તેની કથિત રીતે ધરપકડ કરવામાં આવી છે. ચિન્મય કૃષ્ણ દાસની ઢાકા એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે.

ભગવો ધ્વજ ફરકાવવાનો આરોપ

બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો, ઘરો અને દુકાનો પર હુમલા સહિત હિંદુઓ પર થઈ રહેલી હિંસાના બનાવોની વચ્ચે ચિન્મય પ્રભુની ધરપકડ કરવામાં આવી છે. ચિન્મય પ્રભુ સહિત અન્ય 18 લોકો પર બાંગ્લાદેશમાં ભગવો ધ્વજ ફરકાવવા બદલ રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો છે. ચિન્મય પ્રભુએ શુક્રવારે હિંસાગ્રસ્ત દેશમાં રંગપુરમાં હિંદુઓ પરના અત્યાચાર સામે એક વિશાળ વિરોધ રેલીને સંબોધિત કરી હતી.

આપણ વાંચો: તણાવ વચ્ચે બાંગ્લાદેશને વીજળી પહોંચાડી રહ્યું છે ભારત; ત્રણ દેશો વચ્ચેનો મહત્વપૂર્ણ કરાર…

18 લોકો પર રાષ્ટ્રદ્રોહનો આરોપ

ચિન્મય પ્રભુ સહિત અન્ય 18 લોકો પર રાષ્ટ્રદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો છે. તાજેતરમાં જ જ્યારે હિન્દુ સંગઠનોએ આઠ મુદ્દાની માંગને લઈને એક મોટી સભા યોજી હતી, જેમાં તેમણે લઘુમતીઓ સામે અત્યાચાર કરનારાઓ સામે કેસ ચલાવવા કરવા માટે ટ્રિબ્યુનલ, લઘુમતી સંરક્ષણ પર કાયદો અને લઘુમતીઓ માટે મંત્રાલયની સ્થાપનાની માંગ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને