શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન તેની પહેલી સિરીઝ ધ બેડસ ઓફ બોલીવુડ સાથે મનોરંજન જગતમાં પ્રવેશ કરી રહ્યો છે. ત્રણ ફેબ્રુઆરીના રોજ આ વેબસરીઝની જાહેરાત કરવામાં આવી હતી. ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક તરીકે આર્યનનો આ પહેલો જ પ્રોજેક્ટ છે. રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ ગૌરી ખાન દ્વારા નિર્મિત આર્યન ખાનની આ વેબસિરીઝે ખૂબ જ ચર્ચા જગાવી છે.
Also work : બોલિવૂડના આ કિસના કિસ્સાઓથી મચી હતી ધમાલ
શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન ડિરેક્ટર બનીને મનોરંજનની દુનિયામાં પગરવ માંડી રહ્યો છે. આ વર્ષે તેની વેબસિરીઝે આવવાની છે, જેને લઈને પૂરો ખાન પરિવાર ઉત્સુક છે. શાહરુખ ખાને પુત્રની આ વેબસરીઝ માટે બે મિનિટનો પ્રોમો પણ આપ્યો હતો. આ પ્રોમો શૂટ કરતી વખતે તેને 18 વખત રીટેક લેવાની જરૂર પડી હતી કારણ કે દીકરાને તેમની એક્ટિંગ પસંદ નહોતી પડી.
નેટફ્લિક્સના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આ પ્રોમો શેર કરવામાં આવ્યો છે, જે ઘણો જ મનોરંજક છે. આ પ્રોમોમાં બાપ-બેટા વચ્ચે ઘણી રમુજી પળો પણ જોવા મળે છે. આ પ્રોમોની શરૂઆત શાહરૂખ ખાનના સ્વેગથી થાય છે. તે કહે છે આ ચિત્ર વર્ષોથી પેન્ડિંગ છે, પરંતુ તે જ વખતે ડિરેક્ટર બનેલો આર્યન ખાન તેને કટ, કટ, કટ કહે છે અને આ સીનનો રિટેક લેવાની વાત કરે છે અને શાહરૂખ ખાનને વધુ ભાવ સાથે એક્ટિંગ કરવા જણાવે છે.
આમ ક્યારેક ઝડપી, ક્યારેક સ્લો એવા વિવિધ કારણસર આર્યન પપ્પાના રિટેક લેવડાવે છે. શાહરૂખ આ જોઇને ગુસ્સે થઇ જાય છે. અને દીકરાને ચૂપ રહેવાનું અને સાંભળવાનું કહે છે અને પોતાનો આખો સંવાદ બોલી જાય છે. બધા તાળીઓ પાડીને શાહરૂખને વધાવી લે છે કે સીન ઓકે થઇ ગયો, ત્યાં તો આર્યન કહે છે, પપ્પા કેમેરો તો હજી ચાલુ થયો નહોતો. તમારે બીજી વાર શૂટ કરવું પડશે. આ સાંભળીને શાહરૂખ તેને મારવા ભાગે છે. આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
Also work : પીડાથી કણસતો હતો છતાં કોન્સર્ટ કર્યો; સોનુ નિગમે વિડીયો શેર કરી કહીં આ વાત
તમે પણ આ વીડિયો જુઓ. તમને ઘણી જ મઝા આવશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને