બોલીવૂડમાં નેપોટિઝમની પરંપરા આગળ વધતી રહે છે. તાજેતરમાં જ અભિનેત્રી રવિના ટંડનની દીકરી રાશા થડાનીએ ફિલ્મ આઝાદથી બોલીવૂડમાં એન્ટ્રી કરી છે. ફિલ્મ તો લગભગ ફ્લોપ સાબિત થઈ છે, પરંતુ રાશા યંગસ્ટરમાં નવું સેન્શન બની ગઈ છે. રાશા કોલેજિયન્સમા્ં હોટ ફેવરીટ બની ગઈ છે. ક્યૂટ અને સ્ટનિંગ લાગતી રાશા ડાન્સમાં પરફેક્ટ છે. ફિલ્મ આઝાદના બન્ને ડાન્સ નંબર બિરંગે અને ઉઈ અમ્મા ભારે પોપ્યુલર થયા છે. આ બન્ને ડાન્સ બૉસ્કો માર્ટિસે કોરિયોગ્રાફ કર્યા છે. હવે રાશાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર બારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને ફેન્સને તો મજા પડી ગઈ છે, પણ એક્ટર વિકી કૌશલ ચિંતામાં મૂકાઈ ગયો છે.
આ પણ વાંચો : ઊઈ અમ્માઃ 19 વર્ષની રાશા પર ભારે પડી ગઈ 41 વર્ષની અભિનેત્રી, જૂઓ વીડિયો
રાશાએ વિકીના પોપ્યુલર નંબર હુશ્ન તેરા તૌબા..પર ડાન્સ કરતો વીડિયો શેર કર્યો છે. જેમાં તેની સાથે બોસ્કો પણ છે. ફિલ્મ બેડ ન્યૂઝનું આ ગીત ઘણુ ફેમસ થયું હતું અને તેમાં વિકીના ડાન્સ સ્ટેપ્સ પણ વખણાયા હતા. હવે રાશાના સ્ટેપ્સ જોઈને તમે વિકીને પણ ભૂલી જશો. પરફેક્ટ સ્ટેપ્સ અને મસ્ત અદાઓવાળો રાશાનો આ વીડિયો લાખો નેટીઝન્સે જોયો છે અને સાથે વિકી કૌશલે પણ જોયો છે. વિકીએ વીડિયો જોઈને કોરિયોગ્રાફર બોસ્કોને કહ્યું છે કે રાશા પાસે ભલે મારો ડાન્સ કરાવ્યો પણ મારી પાસે ઉઈ અમ્મા ડાન્સ ક્યાંક ન કરાવે. વાસ્તવમાં વિકીએ રાશાના વખાણ કર્યા છે. તેણે રાશાના વીડિયોને રિએક્ટ કરતા જણાવ્યું છે કે અબ બોસ્કો સર મુજસે ઉઈ અમ્મા ન કરવા દે, excessively smooth, support shining Rasha.
જોકે રાશાની પહેલી ફિલ્મ આઝાદ ખાસ કંઈ ચાલી નથી, પરંતુ અભિનેત્રીની દીકરીએ સારી નામના મેળવી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને