અમદાવાદઃ રાજ્યમાં ફરી એકવાર ઇન્કમ ટેક્સ વિભાગ સક્રિય થયું છે. અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યમાં બિલ્ડર ગ્રુપ પર DGGIના દરોડા પાડ્યા છે. બેનામી વ્યવહારોનું કૌભાંડ પકડવા DGGI દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીનગર ભાટ નજીક સરલ ગ્રુપમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સર્ચ અને સર્વેમાં મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે.
સરલ બિલ્ડર્સના 15થી વધારે પ્રોજેક્ટો પર ગઈકાલથી દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. સરલ ગ્રુપના ત્યાં DGGIના દરોડામાં દસ્તાવેજો, કોમ્પ્યુટર, મોબાઈલ સહિતનું સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું હતું. બિલ્ડર્સની ઓફિસ, ઘર, ફાર્મ હાઉસ સહિત અલગ અલગ સ્થળે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તપાસમાં મોટા પાયે બેનામી વ્યવહારો અને સંપત્તિ ઝડપાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો: પીયૂષ જૈને કહ્યું કે આ 23 કિલો સોનું મારું નથી, મને આ કેસમાંથી
થોડા દિવસ પહેવલા સુરત સહિત સમગ્ર રાજ્યમાં જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કેમિકલ, ગિફ્ટ આર્ટીકલ, બ્યુટી પાર્લર પ્રોડક્ટ તેમ જ મેનપાવર સપ્લાય કરનારને ત્યાં જીએસટીના દરોડા પાડવામાં આવ્યા હતા.
જીએસટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસમાં 9 કરોડ 11 લાખની જીએસટી ચોરી પકડાઈ હતી. સુરત સહિત જીએસટી વિભાગ દ્વારા સુરતમાં 3, અમદાવાદમાં 8, વાપીમાં 2, વ્યારામાં 1 મળી કુલ 14 જગ્યાઓ પર જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
વેપારીઓ દ્વારા જીએસટી વિબ સાથે વેચાણ કરતા હતા અને જીએસટી જમા કરાવતા ન હતા. વેચાણ બિલનો બારોબાર નાશ કરી દેવામાં આવતો હતો તેમ જ દરોડા દરમિયાન 9 કરોડ 11 લાખની જીએસટી ચોરી મળી હતી તેમ જ વધુ તપાસ દરમ્યાન આંકડો વધવાની શક્યતાઓ છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને