![Former Legislative Council subordinate Subhash Zambad erstwhile legislature mla arrested](https://bombaysamachar.com/wp-content/uploads/2025/02/congress-mla-arrested-for-embezzlement.jpg)
છત્રપતિ સંભાજીનગર: કો-ઓપરેટિવ બેન્કના 97.41 કરોડના ભંડોળની ઉચાપત કરવા પ્રકરણે કૉંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્યની ધરપકડ કરવામાં આવી હતી.
Also work : મુંબઈમાં પાંચ નવાં ફાયર સ્ટેશન બનશે
વિધાન પરિષદના ભૂતપૂર્વ સભ્ય સુભાષ ઝંબડને ધરપકડ બાદ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 12 ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી, એમ આર્થિક ગુના શાખાના અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર અજંતા અર્બન કો-ઓપરેટિવ બેન્કના ભૂતપૂર્વ ચેરમેન સુભાષ ઝંબડ વિરુદ્ધ 2006થી 2023 દરમિયાન ભંડોળની ઉચાપત કરવા પ્રકરણે બે કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
ઉચાપતની રકમ 97.41 કરોડ રૂપિયા હતી, પણ સમાધાન બાદ તે રકમ 67 કરોડ રૂપિયા થઇ ગઇ છે. ઝંબડને તેના સિડકો વિસ્તારમાં આવેલા નિવાસસ્થાનેથી પકડી પાડવામાં આવ્યો હતો, એમ અધિકારીએ કહ્યું હતું.
Also work : કરુણા શર્મા કોણ છે? ધનંજય મુંડે સાથે તેમનો શું સંબંધ છે?
ઝંબડ વિરુદ્ધ ઑક્ટોબર, 2023માં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેણે બાદમાં સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, જે બાદમાં ફગાવી દેવાઇ હતી. આરોપી છેલ્લાં 15 મહિનાથી ફરાર હતો, એમ પોલીસે કહ્યું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને