Bopadeo Ghat pack  rape accused informer Rs. 10 lakh reward announced by Govt Screen Grab: Pune Mirror

પુણેના બોપદેવ ઘાટ ખાતે 21 વર્ષની યુવતી પર ત્રણ નરાધમોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના ગુરુવારે રાત્રિના સુમારે બની હતી. આ ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાના આરોપીઓને શોધવા માટે રાજ્ય સરકાર અને ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે

પુણેના પોલીસ વિભાગે આ કેસમાં આરોપી વિશે માહિતી આપનાર વ્યક્તિને 10 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. પોલીસે એવી પણ ખાતરી આપી છે કે આરોપીઓના નામ અને ઠેકાણા આપનાર વ્યક્તિની ઓળખ પણ એકદમ ગુપ્ત રાખવામાં આવશે.

બોપદેવ ઘાટ ગેંગ રેપ પ્રકરણમાં પોલીસ અત્યાર સુધીમાં 200થી વધુ લોકોની પૂછપરછ કરી ચૂકી છે. પોલીસે આરોપીઓના સ્કેચ પણ બહાર પાડ્યા છે. ઘટના સમય પહેલા બોરદેવ ઘાટ વિસ્તારમાં ગયેલા હજારો મોબાઇલધારકોની માહિતી પણ પોલીસે એકત્ર કરી છે. પોલીસની આટઆટલી જહેમત છતાં હજી સુધી તેમને કોઇ સફળતા મળી નથી. આ ત્રણે નરાધમોએ પોતાના મિત્ર સાથે બોપદેવ ઘાટમાં ફરવા ગયેલી યુવતીને કોયતા વડે ડરાવી, ધમકારી તેની પર સામુહિક બળાત્કાર કર્યો હતો.

આ પણ વાંચો :પુણે ગેગરેપ કેસ, પોલીસે આરોપીઓના સ્કેચ, સીસીટીવી ફૂટેજ જારી કર્યા

મળતી માહિતી મુજબ પીડિતા ગુરુવારે તેના મિત્ર સાથે બોપદેવ ઘાટ વિસ્તારમાં ફરવા ગઇ હતી. રાતના 11 વાગ્યાનો સમય હતો. આ વખતે ત્રણ નરાધમોએ તેમના પર હુમલો કર્યો હતો. તેમણે યુવતી અને તેના મિત્રને ડરાવ્યા હતા. યુવકને માર મારીને તેના જ શર્ટ વડે તેના હાથ બાંધી દીધા અને પેન્ટના બેલ્ટથી તેના પગ બાંધી દીધા હતા અને પછી તેને એક ઝાડ સાથએ બાંધી દીધો હતો. આ પછી તેઓએ યુવતી પર અત્યાચાર શરૂ કર્યા હતા. આ યુવતી વિદેશથી પુણે ભણવા આવી હતી. આરોપીઓએ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. તેમની પાસે છરી, કોયતો, વાંસની લાકડી જેવા હથિયારો હતા. તેમણે યુવતીના મિત્રને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ ઘટના બાદ પુણે પોલીસ અને વહીવટી તંત્રની આઁખો ઉઘડી છે. તેમણે પુણે શહેરની તમામ ટેકરીઓ પર સર્ચ લાઇટ અને સાયરન સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે.