Bombay High Court welcomed Maharashtra government's determination  Agreed to supply  fiscal  benefits to martyr's woman  successful  peculiar   cases Image Source: India Today

મુંબઈ: નાણાકીય ગેરરીતિઓનો તપાસ માટેની કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડા અને કાર્યવાહી સામે ઘણા સવાલો ઉભા થતા રહે છે. એવામાં મંગળવારે બોમ્બે હાઈકોર્ટે EDની ઝાટકણી ( Bombay High Court slams ED) કાઢી હતી. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા એક બીઝનેસમેન સામે ખોટી રીતે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરવા બદલ કોર્ટે ED પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે કહ્યંસ કે કેન્દ્રીય એજન્સીઓએ કાયદાની હદમાં રહીને કામ કરવું જોઈએ.

કડક સંદેશની જરૂર:
ED પર સામે કડક ટીપ્પણી કરતા જસ્ટિસ મિલિંદ જાધવની સિંગલ બેન્ચે કહ્યું કે નાગરિકોને હેરાન ન થાય તેની ખાતરી કરવા માટે લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓને કડક સંદેશ આપવો જરૂરી છે. ઓગસ્ટ 2014 માં EDએ મુંબઈ સ્થિત રિયલ એસ્ટેટ ડેવલપર રાકેશ જૈન સામે ફરિયાદ દાખલ કરી હતી, એક સ્પેશીયલ કોર્ટે ડેવલપર સામે નોટિસ જાહેર કરી હતી, બોમ્બે હાઇકોર્ટે આ નોટીસ રદ કરી હતી. જસ્ટિસ જાધવે કહ્યું, ‘હવે સમય આવી ગયો છે કે ED જેવી કેન્દ્રીય એજન્સીઓએ કાયદો પોતાના હાથમાં લેવાનું બંધ કરવું જોઈએ અને નાગરિકોને હેરાન કરવાનું બંધ કરવું જોઈએ.’

Also read:મુંબઈમાં વધી રહ્યું છે વાયુ પ્રદૂષણ, બોમ્બે હાઈ કોર્ટે તંત્રને ફટકાર લગાવી

શું હતો મામલો:
વિલે પાર્લે પોલીસ સ્ટેશનમાં મિલકત ખરીદનાર દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે ED એ રાકેશ જૈન સામે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી, ફરિયાદમાં તેમના પર કરારનો ભંગ અને છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

EDને દંડ ફટકાર્યો:
ન્યાયાધીશે ચુકાદામાં કહ્યું કે જૈન સામે કોઈ કેસ બનતો નથી, મની લોન્ડરિંગના આરોપોનો આધાર નથી. ED દ્વારા રાકેશ જૈન સામે કરાયેલી કાર્યવાહી સ્પષ્ટપણે દુર્ભાવનાપૂર્ણ હતી અને દંડ લાદવા માટે હતી. કોર્ટે EDને ચાર અઠવાડિયામાં હાઇકોર્ટ લાઇબ્રેરીને 1 લાખ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપ્યો. બેન્ચે આ કેસમાં મિલકત ખરીદનાર ફરિયાદી પર પણ 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો. આ દંડ મુંબઈની કીર્તિકર લો લાઇબ્રેરીમાં ચૂકવવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને