Gautam Adani vs Jaimin Shah nett  worth

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani)ના નાના દીકરા જિત અદાણીની તૈયારીઓ ધામધૂમથી થઈ રહી છે. જિતની થનારી દુલ્હનિયા છે દિવા જૈમિન શાહ. સાતમી ફેબ્રુઆરીને જિત અને દિવા હંમેશા માટે એકબીજાના થઈ જશે, પરંતુ શું તમને ખબર છે કે ગૌતમ અદાણી કે તેમના થનારા વેવાઈ જૈમિન શાહ બંનેમાંથી કોણ વધારે અમીર છે? ચાલો તમને આ વિશે વધુ માહિતી જણાવીએ…

સૌથી પહેલાં તો તમારી જાણ માટે કે અદાણી અને શાહ વચ્ચે વર્ષોથી મિત્રતાના સંબંધો છે. જૈમિન શાહ સુરતના મોટા ડાયમંડના વેપારી છે અને તેઓ સી દિનેશ એન્ડ કંપની પ્રાઈવેટ લિમીટેડના માલિક છે. 1976માં સ્થાપવામાં આવેલી આ કંપનીનું હેડ ક્વાર્ટર મુંબઈ અને સુરતમાં છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં કંપનીએ પોતાની ટીમનો વિસ્તાર કર્યો છે.

આપણ વાંચો: ગૌતમ અદાણીના પુત્રના લગ્ન ઠાઠમાઠથી નહીં પણ સાદગીથી થશે

વાત કરીએ જૈમિન શાહની નેટવર્થની તો જૈમિન શાહ પાસે કેટલી સંપત્તિ છે એની માહિતી કોઈ પણ પબ્લિક ડોમેનમાં નથી ઉપલબ્ધ પણ અલગ અલગ મીડિયા રિપોર્ટ્સમાં તેમની નેટવર્થ વિશે અલગ અલગ દાવા કરવામાં આવ્યા છે. બ્લુમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના અહેવાલ પ્રમાણે દુનિયાના 500 અમીર લોકોની યાદીમાં એમનું નામ સામેલ છે.

આ યાદીમાં ગૌતમ અદાણી, મુકેશ અંબાણી સહિત અનેય ભારતીય ઉદ્યોગપતિના નામ સામેલ છે. પરંતુ આ યાદીમાં જૈમિન શાહનું નામ નથી.

આપણ વાંચો: મહાકુંભમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પહોંચ્યાઃ ત્રિવેણી સંગમ ખાતે કરી પૂજા અને…

બ્લુમબર્ગ બિલિયોનેર્સની યાદીમાં 73.9 બિલિયન ડોલર્સની નેટવર્થ સાથે ગૌતમ અદાણી દુનિયાના 21મા સૌથી ધનવાન વ્યક્તિ તરીકે કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં એવું કહી શકાય કે આ બાબતમાં ગૌતમ અદાણી પોતાના નાના વેવાઈ કરતાં ખૂબ જ આગળ છે.

ગૌતમ અદાણીની નાના દીકરી જિત અદાણીની વાત કરીએ તો જિત 2019માં પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કરીને અદાણી ગ્રુપમાં જોડાયો હદો. હાલમાં તે અદાણી ગ્રુપમાં વાઈસ પ્રેસિડેન્ટ (ગ્રુપ ફાઈનાન્સ) છે. તે અદાણી એરપોર્ટ્સ, અદાણી ડિજિટલ લેબ્સ વગેરેની કમાન સંભાળી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને