મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાન સભા ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છએ. રાજ્યમાં મહાયુતિને પ્રચંડ બહુમતિ મળી છે અને મહાવિકાસ આઘાડીના તો સૂપડા જ સાફ થઇ ગયા છે. દરમિયાન મહારાષ્ટ્ર વિધાન સભાના ઇતિહાસમાં પ્રથમ વાર ત્રણ ભાઇ-બહેનની જોડી વિધાન સભામાં પહોંચી છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જ્વલંત સફળતા મળી છે. ભજપે 149 બેઠક પરથી ચૂંટણી લડી હતી, જેમાંથી તેમણે 132 બેઠક જીતી છે. દરમિયાન શિંદેની શિવસેનાએ 57 અને અજિત પવારની પાર્ટીએ 41 બેઠક જીતી છે. ચૂંટણીમાં ઘણા દિગ્ગજોને આંચકો લાગ્યો છે અને અનેક નવા નિશાળિયાઓ જીતી ગયા છે.
કેટલીક ભાઇ-ભાઇની જોડી તો કેટલીક ભાઇ-બહેનની જોડી આ ચૂંટણી જીતી છે. આપણે એ વિશે જાણીએ. સાંસદ નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણે કુડાળથી અને નિતેશ રાણે કણકવલીથી જીત્યા છે. આમ રાણેના ઘરમાં હવે એક સાંસદ અને બે વિધાન સભ્ય હશે. શિંદેની શિવસેનાના નેતા ઉદય સામંત રત્નાગીરીથી જીત્યા છે જ્યારે તેમના ભાઈ કિરણ સામંત આ જ જિલ્લામાંથી રાજાપુરથી જીત્યા છે.
Also read: ચૂંટણી પરિણામોનું ચોંકાવનારું ગણિતઃ 57 બેઠકવાળી શિંદેસેના કરતા 16 બેઠકવાળી કૉંગ્રેસનો વૉટશેર વધુ
એવી જ રીતે વરુણ સરદેસાઇ બાન્દ્રા (પૂર્વ)થી અને આદિત્ય ઠાકરે વરલીથી જીત્યા છે. વરુણ સરદેસાઈ આદિત્ય ઠાકરેના માતા રશ્મિ ઠાકરેની મોટી બહેનનો પુત્ર છે. એવી જ રીતે ભાઇ બહેનની જોડીની વાત કરીએ તો NCP અજિત પવારની પાર્ટીના દિલીપ વળસે પાટીલ અંબેગાંવથી જીત્યા છે અને તેમની બહેન સઇ તાઇ દહાકે કારંજાથી ભાજપમાંથી જીત્યા છે.
રાવસાહેબ દાનવેના પુત્ર સંતોષ દાનવે ભોકરદનથી જીત્યા છે. જ્યારે કન્નડમાંથી શિંદેસેના તરફથી તેમની પુત્રી સંજના જાધવ જીતી છે. આ ઉપરાંત બીજેપીના શિવાજીરાવ કર્ડિલે રાહુરીથી જીત્યા છે જ્યારે તેમના જમાઈ સંગ્રામ જગતાપ અહેમદનગર શહેરથી જીત્યા છે.
Also read: અજિત પવાર આ બાબતે કાકા શરદ પવાર પર ભારે પડ્યા, NCP પર દાવો મજબુત કર્યો
આ વર્ષે સાંગલી જિલ્લાના તાસગાંવ કાવથેમહાંકલ વિધાનસભા મતવિસ્તારમાં જોરદાર સ્પર્ધા હતી. અહીંથી આ વખતે સૌથી યુવા વિધાન સભ્ય ચૂંટાયા છે. અહીંથી રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન અને એનસીપીના દિવંગત નેતા આર. આર. પાટીલના પુત્ર રોહિત પાટીલનો અહીંથી વિજય થયો છે. રોહિત પાટિલ 25 વર્ષનો છે અને તેણે કાયદાનો અભ્યાસ કર્યો છ
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને