(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધી અને સુપ્રિયા શ્રીનેતને કાનૂની નોટિસ મોકલી છે. વિનોદ તાવડેએ પોતે જ આ માહિતી આપી છે.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ શુક્રવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની પૂર્વસંધ્યાએ (19 નવેમ્બર) કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પક્ષના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે જણાવ્યું હતું કે વિનોદ તાવડે મતદારોને 5 કરોડ રૂપિયા વહેંચતા રંગે હાથે ઝડપાયા હતા. આ ઉપરાંત અનેક પ્રકારના નાટકીય નિવેદનો કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Cash For Vote: પૈસાની વહેંચણી મુદ્દે વિનોદ તાવડેએ આજે આપ્યું મહત્ત્વનું નિવેદન
વિનોદ તાવડેએ કહ્યું હતું કે તેઓ માત્ર મને અને મારી પાર્ટીને બદનામ કરવા માગે છે. હું આનાથી ગંભીર રીતે દુ:ખી છું. હું એક સામાન્ય મધ્યમવર્ગી પરિવારમાંથી આવું છું, હું છેલ્લા 40 વર્ષથી રાજકારણમાં છું, પરંતુ મેં આવું ક્યારેય કર્યું નથી. કોંગ્રેસના નેતાઓ મને, પક્ષને અને મારા નેતાઓને બદનામ કરવા માંગતા હતા, તેથી તેઓએ જાણીજોઈને મીડિયા અને લોકોની સામે આવા પ્રકારના જૂઠાણાં ચલાવ્યા હતા. આથી મેં તેમને કોર્ટની નોટિસ પાઠવીને જાહેરમાં માફી માંગવા અથવા કાર્યવાહીનો સામનો કરવા જણાવ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ રાહુલ ગાંધી અનેક બદનક્ષીની નોટિસોનો સામનો કરી રહ્યા છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને