ક્વાલાલમ્પુરઃ ગર્લ્સ અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપમાં આવતી કાલે (રવિવારે) ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે (બપોરે 12.00 વાગ્યાથી) ફાઇનલ રમાશે.
Also work : કોહલી સારું ન રમ્યો છતાં જુઓ, કેવી રીતે ચાહકોના દિલ જીતી લીધા…
આ બીજો વિશ્વ કપ છે અને ભારત ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે અને સતત બીજી ફાઇનલમાં રમવાનું છે.
નિકી પ્રસાદ ભારતની અપરાજિત ટીમની કૅપ્ટન છે, જ્યારે કાયલા રેનેક સાઉથ આફ્રિકાની સુકાની છે.
આ ફાઇનલમાં વરસાદ વિઘ્ન બનવાની સંભાવના છે. જોકે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.
ભારતે આ ટૂર્નામેન્ટમાં જેટલા રન બનાવ્યા છે એમાંથી 75 ટકા રન જી. તૃષા અને જી. કમલિનીએ બનાવ્યા છે. તૃષા ઐતિહાસિક સદી સહિત બનેલા કુલ 265 રન સાથે તમામ બૅટર્સમાં મોખરે છે. 149.71 તેનો સ્ટ્રાઇક-રેટ છે.
આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોચની બન્ને બોલર ભારતની છે. એ બન્ને લેફ્ટ-આર્મ સ્પિનર છે. વૈષ્ણવી શર્મા 15 વિકેટ અને આયુષી શુક્લા 12 વિકેટ લઈ ચૂકી છે.
Also work : `ચાર લેફ્ટી ક્રિકેટરો’એ ભારતને વિમેન્સ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડી દીધું
યોગાનુયોગ, આજની ફાઇનલમાં સ્પિનર્સનો જાદુ છવાઈ જશે એવી સંભાવના છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને