દુબઈ: ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં ફેબ્રુઆરીની વન-ડેની ચેમ્પિયન્સ ટ્રોફીના મામલે મડાગાંઠ છે જેમાં પાકિસ્તાને હાઇબ્રિડ મોડેલ અપનાવવા ઝૂકવું જ પડશે ત્યાં બીજી તરફ જુનિયર ક્રિકેટમાં બન્ને દેશની ટીમ વચ્ચે દુબઈમાં ટક્કર શરૂ થઈ છે.
દુબઈમાં આજે (સવારે 10.30 વાગ્યે) એસીસી અન્ડર-19 એશિયા કપમાં લીગ મૅચનો મુકાબલો થયો છે જેમાં ભારતના ખાસ કરીને ચર્ચામાં રહેલા ખેલાડીઓના પર્ફોર્મન્સ પર સૌની નજર રહેશે.
વિશેષ કરીને રાજસ્થાન રોયલ્સે તાજેતરના આઈપીએલ ઑક્શનમાં 1.10 કરોડ રૂપિયામાં ખરીદેલા 13 વર્ષના બૅટર વૈભવ સૂર્યવંશી પર સૌ ધ્યાન કેન્દ્રિત કરશે.
આ પણ વાંચો…પાકિસ્તાનને આઇસીસીએ આપી દીધી મહેતલ…
પાકિસ્તાને ટૉસ જીતીની બૅટિંગ પસંદ કરી છે. ભારત દસમાંથી આઠ વાર આ સ્પર્ધા જીત્યું છે.
મોહમ્મદ અમાન ભારતીય ટીમનો કેપ્ટન છે. આ ટીમના ખેલાડીઓમાં આયુષ મ્હાત્રે, યુધજિત ગુહા, પ્રણવ પંત, આન્દ્રે સિદ્ધાર્થ, હરવંશ પંગાલિયા, અનુરાગ કવાડે, કે. કાર્તિકેય, કિરણ ચોર્માલે, હાર્દિક રાજ, મોહમ્મદ એનાન, સમર્થ નાગરાજ, નિખીલ કુમાર અને ચેતન શર્માનો સમાવેશ છે.
વિકેટકીપર સાદ બૈગ પાકિસ્તાનની ટીમનો સુકાની છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને