India Australia archetypal  women's ODI tomorrow Credit : India Today

બ્રિસ્બેનઃ અહીં ઍલન બોર્ડર ફીલ્ડમાં ગુરુવારે (સવારે 8.50 વાગ્યાથી) ભારત અને ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે ત્રણ મૅચવાળી સિરીઝની પ્રથમ વન-ડે રમાશે.

આ પણ વાંચો : શ્રેયસ ગોપાલની હૅટ-ટ્રિકમાં પંડ્યા બંધુઓ પહેલા જ બૉલે આઉટ!

આવતા વર્ષના વન-ડે વર્લ્ડ કપ પહેલાં આ સાથે ભારતીય ટીમ માટે કસોટી શરૂ થઈ રહી છે, કારણકે ભારતીય ટીમની બૅટિંગ હરોળમાં અત્યારે સાતત્યનો અભાવ છે. કોઈ પણ બૅટર સતત સારું નથી રમી શકતી.

હરમનપ્રીત કૌર ભારતની કૅપ્ટન છે, જ્યારે તાહલિયા મૅકગ્રા ઑસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ સંભાળશે.

ભારતીય ટીમમાં વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના, પ્રિયા પુનિયા, જેમાઇમા રૉડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), હર્લીન દેઓલ, ઉમા ચેટ્રિ, તેજલ હસબનીસ, દીપ્તિ શર્મા, મિનુ મની, પ્રિયા મિશ્રા, રાધા યાદવ, ટિટાસ સાધુ, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, સઇમા ઠાકોરનો સમાવેશ છે.

ભારતીય ટીમ ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડને 2-1થી હરાવીને જોશ અને જુસ્સા સાથે તેમ જ ભરપૂર આત્મવિશ્વાસ સાથે ઑસ્ટ્રેલિયા આવી છે.

આ પણ વાંચો : પીવી સિંધુ લગ્ન કરશેઃ ભાવિ પતિ વેન્કટ દત્તા સાઇ કોણ છે? આઇપીએલ સાથે શું કનેક્શન છે?

જોકે ઑસ્ટ્રેલિયામાં ભારતીય મહિલાઓનો વન-ડેનો રેકૉર્ડ સારો નથી. ભારત 16 માંથી માત્ર ચાર વન-ડે જીત્યું છે. છેલ્લે 2021ની શ્રેણીમાં ભારતનો અહીં 1-2થી પરાજય થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને