નાગપુરઃ ટેસ્ટનો વર્લ્ડ નંબર-વન અને વન-ડેનો સાતમા નંબરનો બોલર જસપ્રીત બુમરાહ ગુરુવાર, છઠ્ઠી ફેબ્રુઆરીએ ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી વન-ડે સિરીઝની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં (ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં મૅચ-પ્રૅક્ટિસ કરવાના હેતુથી) રમવાનો હતો, પરંતુ ફિટનેસની સમસ્યાને લીધે તે આ મૅચમાં પણ નહીં રમે. ભારતની 16 ખેલાડીઓની ટીમમાંથી બીસીસીઆઇએ હળવેકથી તેનું નામ કાઢી નાખ્યું હતું.
ગયા મહિને સિડનીમાં ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટમાં બુમરાહ પીઠના દુખાવાને લીધે અધવચ્ચેથી નીકળી ગયો હતો અને પછીથી ભારત એ ટેસ્ટ અને સિરીઝ હારી ગયું હતું.
ત્યારથી તેની ફિટનેસના મુદ્દે સસ્પેન્સ જળવાઈ રહ્યું અને હવે એ સ્થિતિ આવી છે કે તે 19મી ફેબ્રુઆરીએ શરૂ થનારી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રમી શકશે કે કેમ એમાં પણ શંકા છે.
આપણ વાંચો: IND vs ENG: જસપ્રીત બુમરાહ પહેલી બે ODI નહીં રમે, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા સાજો થઇ જશે?
એક જાણીતા અંગે્રજી દૈનિકના અહેવાલ મુજબ બુમરાહ બેન્ગલૂરુની નૅશનલ ક્રિકેટ ઍકેડેમી (એનસીએ)માં પહોંચી ગયો છે અને ત્યાં થોડા દિવસ રહેશે.
તેને એનસીએના ફિઝિયોથેરપિસ્ટ તરફથી લીલીઝંડી મળશે તો જ તે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રમશે.
ઇંગ્લૅન્ડ સામે વન-ડે રમનારી ભારતીય ટીમઃ
રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે. એલ. રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, વૉશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા (ફક્ત પહેલી બે વન-ડે માટે), મોહમ્મદ શમી તથા અર્શદીપ સિંહ.
આપણ વાંચો: બુમરાહ અને સ્મૃતિને મળ્યા બીસીસીઆઇના આ સર્વશ્રેષ્ઠ પ્રતિષ્ઠિત પુરસ્કાર…
ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમઃ
રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રિષભ પંત (વિકેટકીપર), કે. એલ. રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વૉશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને