લાહોર: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં કરવામાં (ICC champions trophy 2025 successful Pakistan) આવ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં આ ટુર્નામેન્ટનું આયોજન થવાનું છે, પરંતુ ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે કે નહીં એ અંગે હજુ સ્પષ્ટતા થઇ શકી નથી. BCCIએ ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, BCCIએ ભારતની મેચ પાકિસ્તાન બહાર યોજવા કહ્યું છે. એવામાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ (Mohsin Naqvi) સ્પષ્ટ કર્યું છે કે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઇબ્રિડ મોડલ હેઠળ કરવામાં આવશે નહીં.
અગાઉ એવા અહેવાલ હતા કે ભારત માટે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઇબ્રિડ મોડલ હેઠળ કરવામાં આવશે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મોહસીન નકવીએ એ પણ ભારપૂર્વક કહ્યું કે જો ભારતને કોઈ સમસ્યા હોય તો તેઓ PCB સાથે વાત કરીને ઉકેલ શોધી શકે છે.
હાઈબ્રીડ મોડેલનો સ્પષ્ટ ઇનકાર:
મોહસીન નકવીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, “પાકિસ્તાનનું ગૌરવ અને સન્માન અમારી પ્રાથમિકતા છે. ચેમ્પિયન્સ ટ્રોફી ફક્ત આપણા દેશમાં જ યોજાશે, અમે કોઈપણ હાઇબ્રિડ મોડલને સ્વીકારીશું નહીં. ભારતને સમસ્યાઓનો સામનો કરવો પડશે. જો એમ હોય, તો તેઓ અમારી પાસે આવી શકે છે અને અમે તેનો ઉકેલ શોધીશું.”
ICCએ તેની વિશ્વસનીયતા વિશે વિચારવું જોઈએ:
મોહસીન નકવીએ જણાવ્યું હતું કે, “અમે મક્કમ છીએ કે અમે હાઇબ્રિડ મોડલ નહીં સ્વીકારીએ. અમે ICC શેડ્યૂલ જાહેર કરે તેની રાહ જોઈ રહ્યા છીએ. ICCએ તેની વિશ્વસનીયતા વિશે વિચારવું જોઈએ કારણ કે તે વિશ્વની તમામ ક્રિકેટ બોડીનું પ્રતિનિધિત્વ કરે છે. શેડ્યૂલ ફરીથી નિર્ધારિત કરવામાં આવી રહ્યું છે, પરંતુ અમને હજી સુધી કોઈ મેચ રદ કરવાની સૂચના મળી નથી, વિશ્વની તમામ ટીમો જે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય થઈ છે તે પાકિસ્તાન આવવા માટે તૈયાર છે. તેમને કોઈ સમસ્યા નથી.”
Also Read – IND VS AUS: ઓસ્ટ્રેલિયામાં ભારતીય ખેલાડીઓએ કરી પ્રેક્ટિસ, બેટિંગ કોચે સંતોષ વ્યક્ત કરી કહ્યું કે…
આ સિવાય મોહસીન નકવીએ એ વાત પર ભાર મૂક્યો કે રમતગમત અને રાજનીતિ એકબીજા સાથે સાંકળવી ના જોઈએ.
નકવીએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત મુઝફ્ફરાબાદને ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રવાસમાંથી બાકાત રાખવા અંગેના પ્રશ્નોને ટાળ્યા હતા. વિવાદિત વિસ્તારમાં ટ્રોફી પ્રવાસનું આયોજન કરવા સામે બીસીસીઆઈએ સખત વાંધો વ્યક્ત કર્યો હતો.
Also Read – AUS VS PAK T20: ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાનની કારમી હાર, સીરિઝમાં Whitewash
BCCIની સ્પષ્ટતા:
BCCIએ આ મહિનાની શરૂઆતમાં ICCને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ તેની ટીમ પાકિસ્તાન નહીં મોકલે અને ઈચ્છે છે કે તેની મેચ બીજા કોઈ દેશમાં યોજવામાં આવે. PCB એ હાઇબ્રિડ મોડલને નકારી કાઢ્યું, ICC પાસેથી સ્પષ્ટતા માંગી કે ભારત શા માટે પાકિસ્તાન જવા નથી માંગતું?
2008ના મુંબઈ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં ક્રિકેટ રમી નથી. ICC ચેમ્પિયન્સ ટ્રોફીની આ ઈવેન્ટ ફેબ્રુઆરી-માર્ચમાં યોજાવાની છે.
ભારત અને પાકિસ્તાને 2012 થી દ્વિપક્ષીય સિરીઝ રમી નથી, પરંતુ તેઓ ગયા વર્ષે ભારતમાં યોજાયેલા ODI વર્લ્ડ કપ સહિત અન્ય ICC ટૂર્નામેન્ટમાં એકબીજા સામે રમી ચુક્યા છે. અગાઉ એશિયા કપ 2023નું આયોજન પણ પાકિસ્તાનમાં કર્યું હતું, પરંતુ ટીમ ઈન્ડિયાની તમામ મેચ શ્રીલંકામાં યોજાઇ હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને