થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં સાવકી પુત્રી પર અનેકવાર બળાત્કાર ગુજારવા બદલ આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પંદર વર્ષની સાવકી પુત્રીએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે ગુનો દાખલ કરી 34 વર્ષના આરોપીની મંગળવારે ધરપકડ કરાઇ હતી.
આપણ વાંચો: શોકિંગઃ નાગપુરમાં બળાત્કાર બાદ કોલેજિયનની હત્યા
શાંતિનગર પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર આરોપીએ 2022થી સાવકી પુત્રી સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. તાજેતરમાં 25 નવેમ્બરે પીડિતાની માતા કામ અર્થે બહાર ગઇ હતી ત્યારે આરોપીએ ફરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ઘટનાની કોઇને જાણ કરતાં ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી.
શાંતિનગર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને