મધ્ય પ્રદેશના જબલપુરની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ

2 hours ago 1
Heavy blast successful  Madhya Pradesh's Jabalpur factory, workers earnestly  injured Screen Grab: Free Press Journal

જબલપુર: મધ્ય પ્રદેશના જબલપુરની એક ફેક્ટરીમાં આજે વહેલી સવારે જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં 15 કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. અહેવાલ મુજબ ખમરિયામાં આવેલી ઓર્ડનન્સ ફેક્ટરીના F-6 સેક્શનમાં એરિયલ બોમ્બ અચાનક ફાટ્યો. બ્લાસ્ટ એટલો જબરદસ્ત હતો કે આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ.

સૂત્રોના જણાવ્યા અનુસાર કાટમાળ નીચે ઘણા કર્મચારીઓ દટાયા હોવાની આશંકા છે. ઘટના બાદ ફેક્ટરી મેનેજમેન્ટે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને ફસાયેલા કર્મચારીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

આ પનાચો :દિલ્હીમાં CRPF સ્કૂલ પાસે વિસ્ફોટ, ધુમાડાના ગોટેગોટા પણ જોવા મળ્યા

વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article