Police serviceman  dies aft  falling from train representation by latestly

મુંબઈઃ મધ્ય રેલવેમાં કામકાજ અર્થે નીકળેલા પોલીસ અધિકારીનું ટ્રેનમાંથી પડતા કરુણ મોત નીપજ્યું હતું. કલ્યાણ પૂર્વમાં મલંગ રોડ ખાતે પોલીસ અધિકારી પોતાના પરિવારમાં પત્ની અને બે બાળકો સાથે રહેતો મૂળ પરભણી જિલ્લાના મનવાથ ગામનો વતની તે મુંબઈના ઘાટકોપરમાં રેલવે પોલીસ હેડક્વાર્ટરમાં કાર્યરત હતો.

કલ્યાણના પ્લેટફોર્મ નંબર ૭ પર લગભગ સવારે ૧૦:૫૦ વાગ્યાના સુમારે અકસ્માત થયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા પોલીસ અધિકારીની ઓળખ દત્તાત્રેય લોખંડે તરીકે કરવામાં આવી હતી, જે ઘાટકોપરના હેડક્વાર્ટરમાં રિપોર્ટ કરવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા, જે ચાલતી ટ્રેનમાંથી પડતા ઘટનાસ્થળે મોત થયું હતું. આ બનાવની જાણ થયા પછી કલ્યાણ રેલવે પોલીસની ટીમે અકસ્માતનો કેસ નોંધ્યો હતો.

આપણ વાંચો: વેફરનું પેકેટ લેવા જતા ચાર વર્ષના બાળકનું કરુણ મોત

કહેવાય છે પોલીસ અધિકારી દત્તાત્રેય લોખંડે થોડા મહિના પહેલા વિવાદાસ્પદ ટ્રાન્સફરને કારણે ઘણા તણાવમાં હતા. એટલું જ નહીં, હાઈ-પ્રોફાઈલ કેસમાં તેમના તરફથી બેદરકારીના આરોપો બાદ ટ્રાન્સફર કરવામાં આવી હતી. ગૌમાંસની હેરાફેરીના ખોટા આરોપસર પર ટ્રેનમાં યુવાન પ્રવાસીઓ દ્વારા ૭૨ વર્ષીય વ્યક્તિ પર હુમલો કરવાના કેસમાં લોખંડે અને અન્ય અધિકારીઓ દ્વારા યોગ્ય રીતે કામગીરી કરી નહોતી.

આ બનાવનો વીડિયો પણ વાઈરલ થયો હતો, જેમાં લોખંડેની વર્તણૂકની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, પરિણામે લોખંડેની ઘાટકોપર પોલીસ હેડક્વાર્ટરમાં બદલી કરવામાં આવી હતી. તેના મૃત્યુ સમયે પણ કેસની તપાસ ચાલુ હતી.

સત્તાવાળાઓ હવે તપાસ કરી રહ્યા છે કે શું લોખંડેના વ્યાવસાયિક તણાવ અને ગૌમાંસની ઘટના અંગે ચાલી રહેલી તપાસે તેમના મૃત્યુના દુ:ખદ સંજોગોમાં ભૂમિકા ભજવી હતી? તપાસનો હેતુ ઘટનાને અસર કરતા પરિબળોને ઉજાગર કરવાનો છે, પરંતુ સીસીટીવી ફૂટેજની નહીં હોવાથી તપાસ કરવામાં મુશ્કેલી આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને