Take attraction   of Money plant representation root - MagicBricks

ઘર નાનું હોય કે મોટું, ગાર્ડન હોય કે બાલ્કની દરેક ઘરમાં તુલસીજીના છોડ સાથે એક મની પ્લાન્ટનું નાનું કુંડું હોય જ છે. મની પ્લાન્ટને વધારે કાળજીની જરૂર નથી અને તે નાની જગ્યામાં ઈનડોર આઉટડોર થતો જ હોય છે. પણ ઘણા કેસમાં મની પ્લાન્ટ સુકાઈ જાય છે. મની પ્લાન્ટ નામ પ્રમાણે જ ઘરમાં સમૃદ્ધ લાવે તેવી માન્યતા હોય છે. તો તમારા ઘરમાં જો મની પ્લાન્ટ હોય તો તેની આ રીતે કાળજી લેશો તો ક્યારેય સુકાશે નહીં અને હંમેશાં લીલોછમ રહેશે.

  1. મની પ્લાન્ટ્સને કેટલું પાણી જોઈએ
    મની પ્લાન્ટને વધારે કાળજીની જરૂર નથી, પણ ઘણા લોકો તેમાં વધારે પાણી નાખી દે છે. મની પ્લાન્ટ્સને ખાસ પાણીની જરૂર નથી. જો તેને ઘરની અંદર રાખવામાં આવ્યું હોય તો તેની ઉપરની બાજુ એટલે કે માટી એક ઈંચ સૂકી હોય ત્યારે જ તેને પાણી આપવું જોઈએ. જો તમે બોટલમાં મની પ્લાન્ટ લગાવ્યો છે તો દર 10 થી 15 દિવસે તેનું પાણી બદલો તે જરૂરી છે.
  2. આકરા તાપથી દૂર રાખો
    મની પ્લાન્ટને દરરોજ સૂર્યપ્રકાશની જરૂર નથી. તેને એવી જગ્યાએ ન રાખવી જોઈએ જ્યાં સવારે આકરો તાપ આવે. દરરોજ તેને સૂર્યપ્રકાશમાં રાખવાથી તે બગડે છે. તમે તેને અઠવાડિયામાં એકવાર સવારના તડકામાં એક કલાક રાખી શકો છો. ત્યારબાદ તેને ફરી નોર્મલ જગ્યાએ લઈ લેવો.
  3. દર ત્રણ મહિને કરો આ કામ
    મની પ્લાન્ટ રોપતી વખતે તમે જે ખાતર ઉમેરો છો તે લગભગ ત્રણ મહિના સુધી સરળતાથી ચાલે છે. તેને વધારે ખાતરની જરૂર પડતી નથી. આમાં તમે ગાયના છાણના ખાતરનો ઉપયોગ કરી શકો છો, જે ઘણો લાભદાયક સાબિત થઈ શકે તેમ છે.