major-stampedes-at-kumbh-mela-from-1954-to-2025

મહેસાણા: મહાકુંભમાં મૌની અમાસના દિવસે થયેલી નાસભાગમાં 30 શ્રદ્ધાળુના મોત થયા હતા. જેમાં એક ગુજરાતી પણ સામેલ છે. મહેસાણાના વિસનગર તાલુકાના કડા ગામના પટેલ મહેશભાઈ સોમાભાઈ નામના શ્રદ્ધાળુનું મોત થયું હતું. જો કે તેમનું કયા કારણોસર મોત થયું તે સ્પષ્ટ નથી. મૃતક મહેશભાઈ પટેલનો પરિવાર વર્ષોથી સુરત સ્થાયી થયેલો છે.

આ પણ વાંચો: મહાકુંભમાં ‘નાસભાગ’: 30 શ્રદ્ધાળુનાં મોત, ડીઆઈજીએ આપ્યું નિવેદન…

ચિત્રકૂટ પાસે કાર અકસ્માતમાં નવસારીની મહિલાનું મૃત્યુ

આ ઉપરાંત મહાકુંભમાં જતી ગુજરાતના શ્રદ્ધાળુઓની કારને ચિત્રકૂટ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં નવસારીની 35 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ મહિલાને નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. મહિલાના મોતથી તેમના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

ધાનેરાનો પરિવાર પડ્યો વિખૂટો

આ ઉપરાંત મહાકુંભમાં મૌની અમાસના દિવસે થયેલી નાસભાગ બાદ ગુજરાતી પરિવાર ગુમ હોવાની માહિતી પણ સામે આવી છે. ધાનેરાના 50 વર્ષના બાળકાભાઈ રબારી કુંભમેળામાં 29 તારીખે પરિવારથી વિખુટા પડી ગયા છે. યુપી વહીવટી તંત્રને જાણ કરવા છતાં કોઈ ભાળ ન મળતા પરિવાર હાલ ચિંતિત છે. ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ ગુજરાત સરકારને આ મામલે જરૂરી કાર્યવાહી કરવાની અપીલ કરતો પત્ર લખ્યો છે. તેમજ પરિવાર દ્વારા યુપી પ્રશાનને પણ ફોટા સાથેની વિગત આપવામાં આવી છે, તેમ છતાં હજુ સુધી કોઈ ભાળ મળી નથી.

મહાકુંભમાં કરવામાં આવ્યા આ 5 મહત્ત્વના ફેરફાર

મહાકુંભમાં આજથી 5 મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. જે મુજબ હવે મેળા વિસ્તારમાં તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ રહેશે. કોઈ પણ પ્રકારના વિશેષ પાસની મદદથી વાહનને એન્ટ્રી નહીં મળે, શ્રદ્ધાળુઓ સરળતાથી આવી-જઈ શકે તે માટે વન વે રોડ પોલિસી લાગુ, પ્રયાગરાજ સાથે સંકળાયેલા જિલ્લામાંથી આવતા વાહનોને સરહદ પર જ અટકાવી દેવાશે તેમજ શહેરમાં ફોર વ્હીલરની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

1 ફેબ્રુઆરીએ 50થી વધુ દેશોના આવશે રાજદૂત

મહાકુંભમાં 1 ફેબ્રુઆરીએ ઉપ રાષ્ટ્રપતિ તથા 50થી વધુ દેશોના રાજદૂતોનું આગમન થશે. 5 ફેબ્રુઆરીએ પીએમ મોદીનો પ્રસ્તાવિત કાર્યક્રમ છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આજે ઉપ રાષ્ટ્રપતિ તથા વડા પ્રધાનના કાર્યક્રમની તૈયારીની સમીક્ષા કરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને