CM yogi with his furniture  takes beatified  dip successful  sangam

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ મહાકુંભની મુલાકાતે આવ્યા હતા. આ સમયે તેઓએ તેમના કેબિનેટના પ્રધાનો સાથે પવિત્ર ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી પણ લગાવી હતી. આ સમયે બંને નાયબ મુખ્ય પ્રધાન પણ હાજર રહ્યા હતા. પવિત્ર સ્નાન પહેલા સીએમ યોગીએ કેબિનેટની બેઠક પણ કરી હતી, જેમાં ઘણા અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

https://twitter.com/myogiadityanath/status/1882017248744759438

સીએમ યોગી આદિત્યનાથે જ્યારે ગંગામાં ડૂબકી લગાવી ત્યારે તેમની સાથે નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય, નાયબ મુખ્ય પ્રધાન બ્રિજેશ પાઠક સહિત કેબિનેટના અન્ય બધા નેતાઓ મોજૂદ હતા. મહાકુંભ મેળામાં પહોંચેલા યોગી આદિત્યનાથે પહેલા કેબિનેટની બેઠક લીધી હતી અને બાદમાં ગંગામાં ડૂબકી લગાવી હતી. રાજ્યના 54 મંત્રીઓએ સંગમ ખાતે સ્નાન કર્યું હતું.

આ પણ વાંચો: હાથમાં થેલો અને સિમ્પલ સાડીમાં મહાકુંભ પહોંચ્યા આ અબજોપતિ મહિલા અને યોગી સરકાર પર ઓવારી ગયા

મહાકુંભ ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં યોગી આદિત્યનાથ સરકારે રાજ્યમાં 3 નવી મેડિકલ કોલેજ અને 62 નવી આયટીઆય કોલેજ સ્થાપવાની વાત કરી હતી. આ ઉપરાંત તેમણે ચિત્રકૂટ-પ્રયાગરાજ લિંક રોડની દરખાસ્તને પણ મંજૂરી આપી હતી.

https://twitter.com/myogiadityanath/status/1881987919570936009

મહાકુંભ ખાતે યોજાયેલી કેબિનેટ બેઠક પર હવે સપાના પ્રમુખ અખિલેશ યાદવે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે કુંભ અને પ્રયાગરાજ રાજનૈતિક કાર્યક્રમો અને નિર્ણયો લેવા માટેનું સ્થાન નથી. કુંભમાં બેઠકનું આયોજન કરીને તેઓ રાજકીય સંદેશો આપવા માગે છે. અખિલેશ યાદવના આ નિવેદન અંગે જવાબ આપતા નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યું હતું કે, અખિલેશ યાદવ તો માનસિક બીમારીથી પીડાઇ રહ્યા છે. તેમની જલદીથી સારવાર કરાવવી જોઇએ. હું ગંગા માતાને પ્રાર્થના કરું છું કે તેઓ એવા આશીર્વાદ આપે કે તેઓ આવી માનસિક્તામાંથી મુક્ત થાય

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને